HomeGujaratગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટી સંઘર્ષના રસ્તે -...

ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટી સંઘર્ષના રસ્તે – ખેતરમાં ખાટલે સુતેલા AAP નેતાઓના ફોટો વાઈરલ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જનસંપર્ક અને જનસમર્થન મેળવવા પરિવર્તન યાત્રાની શરૂઆત કરી આગામી વિધાનસભા ચૂંટણીપ્રચારની પહેલ કરી છે.હાલ ગુજરાતમાં ચુંટણીના શંખનાદ ફૂંકાઈ ચુક્યા છે. સમગ્ર ગુજરાતની 182 વિધાનસભાઓને આવરી લેતી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ ઠેરઠેર આગળ વધી રહી છે. યાત્રા દરમિયાન જોવા મળ્યું છે કે, ગુજરાતીઓ આ યાત્રાનું દિલથી સ્વાગત કરી આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.

પવિત્ર યાત્રાધામ સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 10 વાગ્યે કોડીનાર શહેરમાં પહોંચી હતી. ત્યાંથી ઉપડી સાંજે 4 વાગે ઉનાગામ પહોચી હતી, અને ત્યારબાદ ઉનાગામથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે મોટા સમઢીયાડા ખાતે પહોચી હતી. આખા દિવસની યાત્રા પુરી થયા બાદ ‘આપ’ નેતાઓ કોઈ પણ જાતની વિવિઆઈપી સુવિધા વગર ખેતરમાં ખાટલા પર સુતા ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

WhatsApp Image 2022 05 17 at 5.33.19 PM

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને ધાર્યા કરતાં પણ અભૂતપૂર્વ જન સમર્થન મળતા વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો જનતાને કારમી મોંઘવારીમાં રાહત મળશેની આશા સેવાઇ રહી છે ત્યારે વિકલ્પની શોધમાં મૂંઝાતી પ્રજાને આમ આદમી પાર્ટીમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રામાં જનસંપર્ક દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતાઓ લોકો સાથે સીધો સંવાદ સાધીને જનતાના પ્રશ્નો સમજી રહ્યા છે. આપ નેતાઓની નિખાલસ ચર્ચાના કારણે લોકોનો ‘આપ’ સાથે એક અનેરો સંબંધ બંધાઈ રહ્યો હોય એવું નજરે ચડે છે. આ પરિવર્તન યાત્રા કેટલી સફળ રહેશે અને એની ગુજરાતના જનમત પર કેટલી અસર કરશે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરી રહી છે એ જોઈને ઘણા લોકો આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે એ ચોક્કસ છે. એ સાથે એ પણ જોવું રહ્યું કે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિનો તોડ ભાજપ-કોંગ્રેસ કઈ રીતે કાઢશે?

અન્ય સમાચાર

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News