HomePoliticsદિલ્લીના ધારાસભ્ય નરેશ યાદવની જનસભા અગાઉ જ વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર...

દિલ્લીના ધારાસભ્ય નરેશ યાદવની જનસભા અગાઉ જ વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર મોડી રાત્રે જીવલેણ હુમલો.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારને હવે બહુ થોડા દિવસો બચ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ પોતાની પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે. નગરપાલિકાના મોટાભાગના વોર્ડમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હોવાનું મનાઈ રહ્યું છે. નગરપાલિકામાં છેલ્લા ૧૫ વર્ષથી સત્તારૂઢ ભાજપ પ્રત્યે રોડ-રસ્તા, આરોગ્ય, સાફ-સફાઈ, હાઉસ-ટેક્સ, વગેરે જેવા મુદ્દે લોકોમાં રોષ પણ જણાઈ રહ્યો છે. આવા સંજોગોમાં પરિણામ ચોંકાવનારુ પણ હોઈ શકે છે.

WhatsApp Image 2021 11 24 at 12.58.29 PM

આજ તારીખ ૨૪ નવેમ્બરના રોજ વોર્ડ નંબર ૭માં દિલ્લીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવની જનસભા છે અને એ સભા અગાઉ જ ગત રાત્રિએ વોર્ડ નંબર ૭ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ યાદવ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા હુમલો થયો છે જેમાં અરવિંદ યાદવની ગાડીને નુકસાન થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે બાહુબલી તરીકે કુખ્યાત એવા ભાજપના સ્થાનિક નગરસેવક દિલીપ યાદવના ઇશારે આ હુમલો કરવામાં આવ્યો છે કારણ કે દિલીપ યાદવ દ્વારા આ અગાઉ પણ ઉમેદવારોને ધમકીઓ આપવામાં આવતી હતી અને ચાર દિવસ અગાઉ ૨૦ નવેમ્બરના રોજ આ અંગેની લેખિત અરજી પણ પોલીસ પ્રશાસનને આપવામાં આવી હતી અને સુરક્ષાની માંગણી કરવામાં આવી હતી.

WhatsApp Image 2021 11 24 at 12.58.30 PM

ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોચી હતી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી હતી. આ મુદ્દે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી પણ આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ મૌન સેવ્યું હતું.

Click Here and Join DGNationalNews

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News