HomeGujaratકમલમ બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ગુજરાત AAPના નેતાઓને જામીન મળ્યા, આવતી...

કમલમ બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ગુજરાત AAPના નેતાઓને જામીન મળ્યા, આવતી કાલે થશે જેલમુક્ત

બીજેપી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ગુજરાત AAPના નેતાઓને જામીન મળ્યા છે.

ધરપકડ કરાયેલા કુલ 93માંથી 28 જેટલી મહિલા AAP સભ્યો કે જેઓ આરોપી હતા, તેઓ પહેલાથી જ શરતી જામીન મેળવી ચૂક્યા છે.

અહીં ભાજપના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ છેલ્લા દસ દિવસથી જેલમાં રહેલા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓને ગુરુવારે ગાંધીનગરની અદાલતે જામીન આપ્યા હતા.

“ગાંધીનગર કોર્ટે 65 AAP નેતાઓને જામીન આપ્યા છે જેઓ 20 ડિસેમ્બરથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. હું માનું છું કે, આજે સાંજ સુધીમાં, તેઓ મુક્ત થઈ જશે,” AAP ગુજરાતના કાનૂની સલાહકાર પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું.

જો કે, તેમને જામીનના આદેશની નકલ મળવાની બાકી છે, એમ વકીલે ઉમેર્યું હતું.

અપડેટ: આપ પ્રદેશ નેતા શ્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે , “જેલવાસ ભોગવી રહેલા આપણા ક્રાંતિકારી સાથીઓના જામીન મંજુર થઈ ગયા હોઈ તેઓની જેલ માંથી મુક્ત કરાવવાના તમામ કાગળો તૈયાર થઈ ગયા છે ત્યારે આવતી કાલે તા: ૩૧/૧૨/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ વાગે તમામ સાથીઓ જેલ મુક્ત થશે.

આપણા તમામ ક્રાંતિકારી મિત્રોનું સ્વાગત કરવામાટે આપણે સૌ સવારે ૧૦: વાગે સાબરમતી જેલ, અમદાવાદ પહોંચીશું અને સૌનુ ભવ્ય સ્વાગત કરીશું ત્યાર બાદ સૌને લઈને મેવાડા પાર્ટી પ્લોટ જઈશું.”

પેપરલીક કૌભાંડનો વિરોધ કરી રહેલી આમ આદમી પાર્ટીએ હાલમાં જ સાત દિવસના અનશન પૂર્ણ કરી, જો બે દિવસમાં આશિત વોરાનું રાજીનામુ આપવામાં ના આવે તો આગામી સમયમાં યુવા અધિકાર આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News