HomeBiographyઆવો જાણીએ ઉત્તરપ્રદેશ ના પેહલાં મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંતની સફર….

આવો જાણીએ ઉત્તરપ્રદેશ ના પેહલાં મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંતની સફર….

પંતના ઉચ્ચ વિચાર

ઉત્તપ્રદેશના પેહલા મુખ્યમંત્રી અને ભારતના બીજા ગૃહપ્રધાન ગોવિંદ વલ્લભ પંત એક મોટાં ક્રાંતિકારી, ધારદાર વકીલની સાથે સમાજસેવી પણ હતાં. તેઓ માનતા હતા કે દેશના ખજાના પર હક દેશની જનતા નો છે નહીતર કે મંત્રીઓનો તો આવો જાણ્યે આવા ભારત રત્ન વિષે.

પંતે ૩ લગ્ન કર્યાં હતા.

ગોવિંદ વલ્લભ પંત નો જન્મ 10 સપ્ટેમ્બર 1887 માં અલ્મોરા ના ખૂંટગામમાં થયો હતો પિતાની સરકારી નોકરી ને કારણે તેમનું ભરણ- પોષણ મોસાળમાં થયું હતું 12 વર્ષની ઉમરે તેમના લગ્ન ગંગાદેવી સાથે થયાં હતાં તે સમયે તેઓ ૭માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યાબાદ તેમને B.A.  સુધી નું અભ્યાસ ગણિત અને રાજનીતિ શાસ્ત્રમાં કર્યું પછી 23  વર્ષ તેઓ વકીલાત કરે તે પેહલા તેમના પુત્ર અને પત્નીનું અવસાન થઈ ગયું શોકમાં પંતે પોતાનો પુરો સમયે રાજનીતિ માં અને વકીલાત માં આપ્યો અને આખી કૉલેજ માં પ્રથમ નંબરે રહ્યાં જેના માટે તેમને પદક પણ આપવામાં આવ્યો.૧૯૧૨માં તેમના બીજાં લગ્ન થયા પણ થોડાં સમય માં જ તેમના બીજાં પુત્ર અને પત્નીનું અવસાન બીમારી ને કારણે થઈ ગયું અને ત્યારબાદ 30 વર્ષની ઉમરે તેમના ત્રીજા લગ્ન કલાદેવી સાથે થયા.

પંતનું રાજનૈતિક સફર

ગોવિંદ વલ્લભ પંતની રાજનૈતિક શરુઆત 1921 માં થઈ ત્યારે તે પ્રથમ વાર વિધાનસભા ના સદસ્ય બન્યા પછીથી 1930 , 32 , 34 માં સદસ્ય તરીકે રહ્યાં પંત સ્વતંત્રસંગ્રામ વખતે 7 વર્ષ જેલ માં રહ્યાં અને 1927 લાઠીચાર્જ માં તેમને ડોકમાં વાગતાં નુકશાન થયું હતું. પછી તે 1946 થી 1954  સુધી ઉત્તરપ્રદેશ ના પ્રથમ મુખ્યમંત્રી રહ્યાં ને 1955 થી 1961  સુધી કેન્દ્રિય ગૃહમંત્રી રહ્યાં.

ભારત રત્ન થી સન્માનિત હતા પંત

પંતને જમીદાર પ્રથા નાબૂદ કરવા, કુટીર ઉદ્યોગને  પ્રોત્સાહિત કરવા સાથે ભારત ના રાજ્યોને ભાષીય આધારે પુનર્ગઠન કરવા માટે યાદ કરવામાં આવે છે તેમનું નિધન 7મી માર્ચ 1961 માં થયું અને તેમને 1961 માં ‌ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News