HomePoliticsજુઓ ક્યાં થયા ભાજપના સૂપડા સાફ...

જુઓ ક્યાં થયા ભાજપના સૂપડા સાફ…

13 રાજ્યની 29 વિધાનસભા, 3 રાજ્યની 3 લોકસભા બેઠકોનું પરિણામ જાહેર

મંગળવારે 13 રાજ્યોની 3 લોકસભા અને 29 વિધાનસભા સીટોની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું વિજય અભિયાન ચાલી રહ્યું હતું. મમતા બેનર્જીની પાર્ટી એકતરફી જીતી ગઈ. હિમાચલ પ્રદેશમાં, જ્યાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે.

કારણ શું?

આજરોજ 29 વિધાનસભા અને 3 લોકસભા ની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આ પરિણામો ભાજપવિરોધી છે. પશ્ચિમ બંગાળ હોય કે દાદરા નગર હવેલી, રાજસ્થાન હોય કે હિમાચલ પ્રદેશ.. બધે ભાજપ ના સુપડા સાફ થયા છે અને આ સુપડા સાફનું કારણ શું? આવો જાણીએ..

જમાનત જપ્ત

પ.બંગાળની અંદર ભાજપ ચાર સીટોમાંથી 3માં જમાનત જપ્ત થઈ અને લાખથી સવા લાખના અંતરથી ચારે સીટો ખોઈ. હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર હોવા પછી પણ ત્રણ વિધાનસભા અને ૧ લોકસભામાં હારનું મોઢું જોવું પડ્યું. ત્યાંના મુખ્યમંત્રીનો આરોપ છે કે મોંઘવારી નડી,તેથી આ પરિણામ આવ્યા. રાજસ્થાન,હરિયાણા અને મહારાષ્ટ્રમાં તમામ સીટોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ અને અને જે સીટો ભાજપની હતી એ પણ ભાજપ કાઢવામાં નિષ્ફળ રહી.

ભાજપનો વિકલ્પ

મધ્યપ્રદેશ અને અસમને બાદ કરતા સમગ્ર ભારતની પેટાચૂંટણીમાં ભાજપને હાર મળી છે. આ પેટાચૂંટણીના પરિણામોથી કહી શકાય કે જનતા ભાજપનો વિકલ્પ શોધી રહી છે. ત્યારે આગળનો સમય ભાજપ માટે બહુ આકરો રહેવાનું ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News