HomeGujaratઆપના અનશનને કોંગ્રેસના MLAનું સમર્થન!!!!

આપના અનશનને કોંગ્રેસના MLAનું સમર્થન!!!!

પરેશ  ધાનાણીની  શુભેચ્છા મુલાકાત

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી અને ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ છેલ્લા પાંચ દિવસથી આસિત વોરાના રાજીનામાની માંગ સાથે આમરણ અનશન પર બેઠા છે આજરોજ આ અનશન ખાતે પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ શુભેચ્છા મુલાકાત કરી અને ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ મુદ્દે આમ આદમી પાર્ટી નું સમર્થન કર્યું છે! આ સિવાય  કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનોહર પટેલ અને પ્રદેશ નેતા પંકજ પટેલે આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.

 આંદોલનનો અંત કઈ રીતે?

આ સિવાય આ અનશનને કરણી સેના ,અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન સંઘ, ઠાકોર સમાજ તેમજ ભીમ આર્મી અને ભીમ સેના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલું છે હવે જોવાનું રહેશે કે આ આંદોલનનો અંત કઈ રીતે આવે છે અને શું આસિત વોરા રાજીનામું આપે છે કે અનશન આપમેળે  થાળે બેસી જાય છે?

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News