HomePoliticsપોલીસકર્મીઓને પે ગ્રેડ સહિત અન્ય સુવિધાઓ આપવા આમ આદમી પાર્ટી પોલીસ કર્મીઓની...

પોલીસકર્મીઓને પે ગ્રેડ સહિત અન્ય સુવિધાઓ આપવા આમ આદમી પાર્ટી પોલીસ કર્મીઓની પડખે

અમદવાદ :- ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનોને ગે્રડ પે તથા ભથ્થામાં વધારો તથા અન્ય સુવિધાઓ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

તડકો, શિયાળો, વરસાદ હોય કે વાવાઝોડું, કોઈ પણ કુદરતી આફતનો સામનો કર્યા પછી, ખાકી પહેરેલા સૈનિકો રાજ્યમાં 24 કલાક શાંતિ બની રહે તે માટે ખડેપગે તૈનાત રહે છે તેમજ આમ જનતાની રક્ષા કરે છે. શિસ્તતા જાળવવાની કડક દોરથી બંધાયેલા કાયદાએ જ કાયદાના આ રક્ષકોની સંભાળ પર નિયંત્રણો મૂક્યા છે. તેઓ વાણીસ્વાતંત્ર્ય જેવા બંધારણીય મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. તેઓ સામાન્ય સરકારી કર્મચારીઓની જેમ ખુલ્લેઆમ બોલી શકતા નથી કે ધ્વજ લહેરાવીને રસ્તા પર ઉતરી શકતા નથી.

તેઓ ટ્રેડ યુનિયનના સભ્યોની જેમ હડતાળની ધમકી પણ આપી શકતા નથી. પરંતુ પગારની વિસંગતતાઓને લઈને તેમનામાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. પોતે આંદોલન પણ કરી શકતા નથી. આવી સ્થિતિ કોઈપણ સરકારી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

starting Salary By State

ગુજરાત પોલીસમાં પણ હવે સરકાર સમક્ષ ગ્રેડ પે અન્યાય મુદ્દે ન્યાય આપવાની માંગ ઉઠી રહી છે. કોરોનામાં પણ પોતાના જીવન જોખમે સેવા આપનાર પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો અને એએસઆઇને ગ્રેડ પે આપવાની સરકારની દાનત નથી એવા આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસના કલાકો ફિક્સ નથી હોતા. બદલી તેમજ રજાઓની સમસ્યા છે. પોલીસ જવાનોની માંગણીઓના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ સરકારને  જવાનોની સમસ્યાનું તુરંત નિરાકરણ લાવવાની માંગ કરી છે.

વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે,પોલીસ તેમજ એમના પરિવારને ગુજરાતની જનતાની સેવા કરવા બદલ અભિનંદન પાઠવતા ખાતરી આપી હતી કે, આમ આદમી પાર્ટી દરેક પોલીસ જવાનની સાથે છે. પોલીસ જવાનોનો ગ્રેડ પે વધારીને વિસંગતતા દૂર કરવામાં આવે, નોકરીના કલાકો ફિક્સ કરવામાં આવે તેમજ ઓવરટાઈમનો પગાર પણ આપવામાં આવે, પૂરતી રજાઓ આપવામાં આવે,બદલી, યુનિયનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી ગુજરાત માંગ કરે છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News