HomeGujaratઆમરણ અનશન પહેલા જ આપના નેતાઓની અટકાયત

આમરણ અનશન પહેલા જ આપના નેતાઓની અટકાયત

આમ આદમી પાર્ટીના છ નેતાઓની અટકાયત

આજના રોજ દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવ તેમજ પ્રદેશ નેતા  મહેશ સવાણી આમરણ અનશન પર બેસવાના હતા તે માટે તેઓ ગાંધી આશ્રમ જઈને ગાંધીજી ના દર્શન કર્યા અને ત્યાર બાદ કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા તેઓએ પહેલાથી જ કલેકટર કચેરીએ આવેદન આપી દીધું હતું તોપણ પોલીસે તેમની અને તેમના સાથે આમ આદમી પાર્ટીના છ નેતાઓની અટકાયત કરી તો આવો જાણીએ આ સમગ્ર મામલો છે શું?

રાણીપ પોલીસ સ્ટેશનમાં ડિટેઇન

આજે બપોરે ૧૨ વાગ્યે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી અમે ગાંધી ચિંધ્યા માર્ગે હવે આંદોલન કરીશું અને જ્યાર સુધી આસિત વોરા નું રાજીનામું નહીં લેવાય અને વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય નહીં ચૂકવે ત્યાર સુધી આપના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને પ્રદેશ નેતા મહેશ સવાણી ફક્ત પાણી પર રહેશે કોઈપણ અન્ન નહીં લે અને અનશન કરશે તેઓ ત્યાંથી ગાંધી આશ્રમ ગયા અને ગાંધીજીના દર્શન કરયા ત્યારબાદ તેઓ કલેકટર ઓફીસ તરફ આગળ વધ્યા ત્યાં જ પોલીસે તેમની અટકાયત કરી અને તેમને રાણીપ પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરવામાં આવ્યા.

 વિદ્યાર્થીઓની લડાઈ

આમ આદમી પાર્ટી ના જણાવ્યા અનુસાર હાલ પણ બંને નેતા ભૂખ હડતાળ પર છે અને જ્યાં સુધી તેમની માંગ સ્વીકારશે નહીં ત્યાં સુધી તે આ ભૂખ હડતાલ ચાલુ રહેશે હવે જોવાનું  રહેશે કે આ વિદ્યાર્થીઓની લડાઈમાં કયો પક્ષ જીતે છે અને મીડિયા અને વિરોધ પક્ષ જે આસિત વોરા નું રાજીનામું માંગી રહ્યું છે તે મળશે કે નહીં!

Read more

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News