HomePoliticsદાદરા નગર હવેલીમાં કોનો દમ!

દાદરા નગર હવેલીમાં કોનો દમ!

પેટા ચૂંટણી

કાલે ભારતમાં ત્રણ લોકસભા તેમજ જુદા જુદા રાજ્યોને જુદી જુદી વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાવાની છે  આ પેટાચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા દાદરા નગર હવેલી ની પેટા ચૂંટણી છે તો આજે જાણીએ દાદરા નગર હવેલીમાં કેવો છે ચૂંટણી માહોલ.

ચૂંટણીમાં મુખ્ય મુદ્દો

2019 માં દાદરા નગર હવેલી થી જીતેલા ઉમેદવાર મોહન ડેલકર ના નિધનને કારણે લોકસભાની સીટ ખાલી પડી તેથી પેટાચૂંટણી યોજવામાં આવી આ પેટાચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારો છે ભાજપ કોંગ્રેસ શિવસેના અને અપક્ષ ઉમેદવાર તેમાંથી મુખ્ય ભાજપ અને શિવસેના વચ્ચે જંગ છે શિવસેના થી મોહન ડેલકરજી ના પત્ની કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં છે જ્યારે ભાજપમાંથી મહેશ ગાવિતે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે આ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો મોહન ડેલકરજીની હત્યાનો છે. તેની સાથે સ્થાનિક પ્રશ્નો પણ હાવી છે અને પ્રફુલ પટેલ નો મુદ્દો પણ ખૂબ જ જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે.

 

Dadra Nagar Haveli

પરિણામો ભારતની રાજનીતિમાં કેટલા પરિવર્તન લાવે છે ?

શિવસેનાએ પોતાનાા  સ્ટાર પ્રચારકો ને દાદરા નગર હવેલીમાં જોરશોરથી પ્રચાર કર્યો એન એની સામે ભાજપે પણ કેન્દ્રિય મંત્રીઓ થી લઈ ગુજરાત ના મોટા મોટા નેતાઓ દ્વારા દાદરા નગર હવેલીમાં જઈને પ્રચાર કર્યો અને ચૂંટણીનો રંગ જમાવ્યું  કાલે સવારે  07:00 થી સાંજે 06:00 વાગ્યા  સુધી મતદાન થવાનું  છે આ ચૂંટણીના પરિણામો 2 નવેમ્બર 2021 ના રોજ આવી જશે અને આ પરિણામો ભારતની રાજનીતિમાં કેટલા પરિવર્તન લાવે છે એ જોવાનું રહેશે?

કોગ્રેસ વોટ કાપી કોઈને ફાયદો પહોચાડી શકે?Congress Latest News and Updates

અહીંયા એક વાત કરવા જેવી એ પણ છે કે મહારાષ્ટ્રની અંદર ગઠબંધનમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસ ની સરકાર છે તેમાંથી પણ કોંગ્રેસે શિવસેનાની સામે ઉમેદવારી નોંધાવી તો મહારાષ્ટ્રમાં ગઠબંધન ફક્ત સત્તા માટે છે કે કોગ્રેસ કોઈના માટે વોટ કાપી કોઈને ફાયદો પહોચાડી શકે તે માટે ઉમેદવારી નોંધાવી એ પણ મોટો પ્રશ્ન છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News