HomeGujaratગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર, 10 ડિસેમ્બરે થશે મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર, 10 ડિસેમ્બરે થશે મતદાન

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના 10,879 ગ્રામ પંચાયત ની ચૂંટણી જાહેર કરવામાં આવી આ ચૂંટણી જાહેર થતાં ગુજરાત રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો આ ચૂંટણીમાં પ્રત્યક્ષ રીતે કોઈ  પક્ષ  ચૂંટણી લડતો નથી પરંતુ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કરી ચૂંટણી લડાતી હોય છે અને જ્યારે 2022 વિધાનસભાનું ઇલેક્શન ખૂબનજીક હોય ત્યારે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે તો આવો જાણીએ કે આ ચૂંટણી કઈ રીતે ખાસ  છે ?

નોટાનો પણ  વિકલ્પ

આજથી 10,879 ગામડામાં આચાર સહિતા નું અમલ થઈ રહ્યો છે આ ચૂંટણીમાં ૧.૬ કરોડ પુરુષો અને એક કરોડ મહિલાઓ મતદાન કરશે અને આમ કુલ મળીને બે કરોડની છ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના ભાવિ નેતાની પસંદગી કરશે આખા રાજ્યમાં કુલ ૨૭ હજારથી વધુ મતદાન મથકોમાં ચૂંટણી થશે અને આ ચૂંટણીમાં મતદારોને નોટાનો પણ  વિકલ્પ અપાશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી

આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે 4 ડિસેમ્બર  સુધી ઉમેદવારે  ઉમેદવારી પત્ર ભરવાના રહેશે 6 ડિસેમ્બરે ઉમેદવારો ના પત્રોની ચકાસણી થશે અને સાત તારીખ ના રોજ સુધી ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે 19 તારીખે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે અને જો જરૂર પડે તો 20 તારીખે ફેરમતદાન કરાવવામાં આવશે 21 તારીખે આ તમામે-તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવામાં આવશે.

 ૧૦ હજાર કરતાં વધુ ગામડા ની ચૂંટણી

ગુજરાતના ૧૮૦૦૦ ગામડાં માંથી ૧૦ હજાર કરતાં વધુ ગામડા ની ચૂંટણી હોય ત્યારે તમામ પક્ષ આ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરશે ભલે ગામડા ની ચૂંટણી નાના પાયા ની હોય પરંતુ એ  વિધાનસભા ચૂંટણીમાં ખુબ મોટો ભાગ ભજવી શકે છે તેથી જ  DGNationalNews પ્રશ્ન પૂછે છે શું સરપંચો 2022માં સરકાર બનાવશે ?

 

 

Read MOre

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News