HomePoliticsહું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, એ માટે તમારા CMને થેન્કસ કહેજો...

હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, એ માટે તમારા CMને થેન્કસ કહેજો : નરેન્દ્ર મોદી

આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ ના ફિરોજપુર માં રેલી હતી વરસાદ ને કારણે તેમને હવાઇ માર્ગે ની જગ્યાએ રસ્તા પરથી સફર કરવાનું પસંદ કર્યું પરંતુ તેમનો કાફલો સભા સ્થળે પોહ્ચે તે પેહલા પ્રદશનકાર્યો એ કાફલો રોકયો ને કાફલો ૨૦ મિનિટ સુધી ફસાઈ રહ્યો ને અંતે રેલી રદ કરી નરેન્દ્ર મોદી દિલ્હી રવાના થયા.

ગુહ મંત્રાલયે આ મુદ્દે પંજાબ સરકાર પર આકરા પ્રહાર કરતા કહું કે આની ખબર હોવા છતા પંજાબ સરકાર દ્વારા પૂરતો બંદોબસ્ત ન કર્યો અને ગુહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે જવાબ માંગ્યો છે.

ભાજપે કહ્યું- કોંગ્રેસનું ષડયંત્ર
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગેનું કારણ જણાવ્યું છે. તેમણે રેલી રદ થયા પછી ઘણા ટ્વિટ કર્યા હતા. તેમણે આ અંગે લખ્યું- પંજાબની કોંગ્રેસ સરકાર વિકાસ વિરોધી છે અને તેને સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓની પણ કદર નથી. વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી જવી એ વાત સૌથી હેરાન કરનારી છે. દેખાવકારોને પીએમના રૂટમાં ઘુસવાની પરવાનગી આપવામાં આવી. જોકે પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપીએ SPG ને ભરોસો અપાવ્યો હતો કે રસ્તો સુરક્ષિત છે. આ અંગેના મામલાનો ઉકેલ આવે કે આ અંગે કોઈ વાત થઈ શકે તે માટે પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ ફોન પણ ઉઠાવ્યો નહોતો. કોંગ્રેસ સરકાર જે રીતનો ઉપયોગ કરી રહી છે, તેને જોઈને લોકશાહીના મુલ્યો પર ભરોસો કરનારાઓને દુઃખ થશે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News