HomeGujaratશું સુરતમાં ભાજપ આમ આદમી પાર્ટીની યોજનાઓ અપનાવી રહ્યું છે? હવે સ્મીમેરમાં...

શું સુરતમાં ભાજપ આમ આદમી પાર્ટીની યોજનાઓ અપનાવી રહ્યું છે? હવે સ્મીમેરમાં ઇજાગ્રસ્તોની સારવાર મફત

આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવ્યો કે, સુરત શહેરમાં થયેલ વાહન અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય અને જો તે ૪૮ કલાકની અંદર હોસ્પિટલમાં દાખલ થાય તો એની તમામ સારવાર મફત કરી આપવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન વારંવાર દિલ્હી મોડલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રચાર માટે દિલ્હીથી સુરત આવેલા કેન્દ્રીય નેતૃત્વએ પણ દિલ્હીમાં લોકોને આપવામાં આવતી સુવિધાઓનો ઉલ્લેખ કરીને ‘ફ્રી’ પર ખુબ ભાર મૂક્યો હતો. ચૂંટણીમાં કોંગ્રેસ ભલે મેદાનમાં હોય, પરંતુ AAPએ પહેલી વખત જ 27 બેઠકો જીતી હતી. AAP નેતાઓનો દાવો છે કે આ જીતમાં દિલ્હી મોડલની પણ મોટી ભૂમિકા છે. લોકો દિલ્હીની જેમ સુરતમાં પણ વધુ સારી સુવિધા ઈચ્છે છે. AAP નેતાઓનો દાવો છે કે આગામી ચૂંટણીમાં આ આંકડો 27 થી વધારીને 72 કરવામાં વધુ સમય લાગશે નહીં.

આ દાવાઓથી શાસક ભાજપ કદાચ ચિંતિત બની હોય એવું દેખાઈ રહ્યું છે. અને જેનો સીધો લાભ સુરતની જનતાને થી રહ્યો છે. સુરતમાં AAP મોડલના મીટર ફ્રી ખોલવાનો પ્રથમ પ્રયાસ કર્યો છે. આ અંતર્ગત સ્થાયી સમિતિએ 15 ચોરસ મીટરના મકાનોમાં રહેતા નબળા વર્ગના લોકો માટે તમામ પ્રકારના વેરા માફ કર્યા છે. હવે તેઓએ ન તો વેરા બિલ ચૂકવવું પડશે અને ન તો પાણી, ગટર સહિત અન્ય કોઈ યુઝર ચાર્જ ચૂકવવા પડશે. એટલે કે મ્યુનિસિપલ ડાયરેક્ટ ટેક્સના નામે તેમના ખિસ્સામાંથી એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં. સામાન્ય માણસને રાહત આપતા સ્મીર સહિત મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલોમાં સારવાર સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે. લોકોએ દવાઓ અને અન્ય સેવાઓ માટે પણ પૈસા ચૂકવવા પડશે નહીં.

 

Read MOre

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News