HomeGujaratકરણી સેના પરિવાર તરફથી આપના અનશનને સમર્થન જાહેર.

કરણી સેના પરિવાર તરફથી આપના અનશનને સમર્થન જાહેર.

 આપના અનશનને સમર્થન

આજના રોજ કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે અનશન પર બેઠેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ નેતા મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને કરણી સેના પરિવાર તરફથી અનશનને સમર્થન જાહેર કર્યું.

 

આસિત વોરાના કાર્યકાળમાં ઘણા સમયથી પેપરો ફૂટી રહ્યા છે

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત એ સંદેશો આપતા કહ્યું કે આમરણ અનશન એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને નિષ્પક્ષ રીતે અમારૂં સંગઠન હંમેશા ન્યાય અને અધિકાર માટે  સમર્થન આપતું રહ્યું છે અને તેથી જ વિદ્યાર્થીઓના ન્યાય માટે આ અનશનને સમર્થન જાહેર કર્યું છે  તેમણે આગળ આસિત વોરા પર કહેતા કહ્યું કે તેમના કાર્યકાળમાં ઘણા સમયથી ઘણા બધા પેપરો ફૂટી રહ્યા છે અને તેમની આ  છે નૈતિક ફરજ બને છે કે તેઓ આ પદ પરથી રાજીનામું આપી દે.

 

સ્વૈચ્છિક રાજીનામું

તેઓએ વિદ્યાર્થીઓના વળતરની માંગ ને સાચી ઠેરવતા  સંવેદનશીલ સરકારને પણ સંદેશો આપ્યો કે સંવેદનશીલ સરકારે આની જવાબદારી લેવી જોઇએ અને આસિત વોરાએ સ્વૈછિક રાજીનામું આપી દેવું જોઈએ.

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News