HomeGujaratગુજરાતની રાજનીતિમાં હડકંપ, કેજરીવાલ આવી શકે છે ગુજરાત

ગુજરાતની રાજનીતિમાં હડકંપ, કેજરીવાલ આવી શકે છે ગુજરાત

કેજરીવાલના ગુજરાત આવવાના સમાચાર

હેડ ક્લાર્ક પેપર લીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા અનશન કરવામાં આવી રહ્યો છે આ અનશનને સમર્થન આપવા માટે કેજરીવાલ પોતે આવી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી છે અને કેજરીવાલના આવવાના સમાચાર ને કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે તો આવો જાણીએ આ સમગ્ર મામલો.

કેજરીવાલ આંદોલનને બળ આપી શકે

છેલ્લા પાંચ દિવસથી આમ આદમી પાર્ટીના નેતાઓ આમરણ અનશન પર છે આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા કમલમમાં જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને તમામ ઘટના પછી પણ અત્યાર સુધી આસિત વોરા નું રાજીનામું લેવામાં નથી આવ્યો ત્યારે સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આમ આદમી પાર્ટી ગુજરાત સીધા કેજરીવાલના સંપર્કમાં છે અને કેજરીવાલ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવી  આંદોલનને બળ આપી શકે છે.

 ઘણા સંગઠનો દ્વારા સમર્થન

આસિત વોરાના રાજીનામાની માંગ ને ઘણા સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કે કેજરીવાલના ગુજરાત આવવાને કારણે શું આસિત વોરાનું રાજીનામું લઇ લેવાશે?

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News