HomeGujaratદવાખાનાની અંદર પણ મહેશભાઈ સવાણીનું અનશન યથાવત

દવાખાનાની અંદર પણ મહેશભાઈ સવાણીનું અનશન યથાવત

જ્યુસ અથવા કોઈ અન્ય પદાર્થ લેવાનો ઈનકાર

આજરોજ મહેશ સવાણીને આમરણ અનશન ના છ દિવસ પુરા થયા છઠ્ઠા દિવસે તેમનું સુગર લેવલ ખૂબ જ ઘટી જતા ડોક્ટરોના કહેવા અનુસાર તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં ડોક્ટરો દ્વારા તેમને જ્યુસ લેવાનું કહેવામાં આવ્યું પરંતુ મહેશભાઈ સવાણીએ સ્પષ્ટપણે કોઈપણ પ્રકારનું જ્યુસ અથવા કોઈ અન્ય પદાર્થ લેવાનો ઈનકાર કર્યો અને હોસ્પિટલની અંદર પણ આમરણ અનશન યથાવત રાખ્યો.

WhatsApp Image 2021 12 27 at 10.17.55 PM
WhatsApp Image 2021 12 27 at 10.42.00 PM

 

#GetWellSoonMaheshSavani

મહેશભાઈ સવાણી ના સમર્થકો દ્વારા ટ્વીટર ની અંદર તેમજ ફેસબુક ની અંદર #GetWellSoonMaheshSavani કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે અને  આ કેમ્પેન ને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી એક સૂરે મહેશભાઈ સવાણી વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના થઈ રહી છે

 

સરકાર ઝુકશે કે નહીં?

આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાર સુધી આસિત વોરા નું રાજીનામું નહીં લેવામાં આવે અને આંદોલનની માગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી મહેશભાઈ સવાણી આ આંદોલનને ચાલુ રાખશે અને જરૂર પડશે તો દવાખાનાની અંદર પણ આ યથાવત રહેશે હવે જોવાનું રહેશે કે શું સરકાર આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સામે  ઝુકશે કે નહીં?

 Read More

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News