HomeGujaratસરકારી નોકરીઓમાં વધુ એક કૌભાંડ!!

સરકારી નોકરીઓમાં વધુ એક કૌભાંડ!!

હજી હેડ ક્લાર્ક પેપર લીક મામલો શાંત થયો નથી કે આમ આદમી પાર્ટીના યુથ વિંગ ના ઉપાધ્યક્ષ યુવરાજ સિંહ રાજપૂતે  વધુ એક સરકારી નોકરીનો કૌભાંડ પ્રેસ કોન્ફરન્સ દ્વારા બહાર પાડ્યો છે.

ષડયંત્ર પટેલ, ચૌધરીપટેલ અને પ્રજાપતિ સમુદાયને નોકરી આપવા માટેનું હતું!

યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી UGVCL, PGVCL, DGVCL, MGVCL  એમ જુદા જુદા પાંચ વિભાગો માં ગેરનીતિ નો આરોપ લગાવ્યો છે તેમણે વધુ જણાવતા કહ્યું કે આ ષડયંત્ર પટેલ,ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાયને નોકરી આપવા માટેનું હતું! ને આ પેપર 21 લાખમાં વેચાયું હતું તેઓએ એ પણ  ઉલ્લેખ કર્યો અમારી ટીમ કોઈ જાતિ, જ્ઞાતિ વિરૂદ્ધ દ્વેષ રાખતી  નથી અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હીતમાં રજૂઆત કરીએ છીએ.

કાર્યવાહી શું?

તેઓએ જણાવ્યું કે ત્રણ વરસમાં ઉર્જા વિભાગ ની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવેલ છે અને તેઓએ 2021 માં લેવાયેલી પરીક્ષા ના તમામ વચોટિયાઓ અને લાભાર્થીઓના નામ પણ જાહેર કર્યા છે ને જણાવ્યું છે કે 2021 માં લેવાયેલ પરીક્ષાના પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓ એક જ ગામના છે આવું કઈ રીતે શક્ય બની શકે? હવે જોવાનું રહેશે કે યુવરાજ સિંહ દ્વારા લગાવેલ આરોપ કેટલા સાચા છે અને જો આ આરોપ સાચા નીકળે તો સરકાર આ વિષય પર   શું કાર્યવાહી કરે છે?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News