HomeGujaratરજિસ્ટર્ડ જમીન પર બનાવેલું રાધા-કૃષ્ણ મંદિર ભાજપ શાસિત કોર્પોરેશને બિલ્ડરના ઈશારે ...

રજિસ્ટર્ડ જમીન પર બનાવેલું રાધા-કૃષ્ણ મંદિર ભાજપ શાસિત કોર્પોરેશને બિલ્ડરના ઈશારે તોડી નાખ્યું :- સંજય સિંહ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધી હતી. સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે ગઈકાલે મેં દેશની સંસદમાં ગુજરાતનો ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતને લઈને ગુજરાતના દરેક માણસના મનમાં આક્રોશ અને નારાજગી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીના 1100 નેતાઓ અને પદાધિકારીઓ એ રાજીનામા આપી દીધા છે. ગુજરાતની અંદર નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ સિવાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે અને 27 વર્ષથી સરકાર છે. બીજેપી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વિસ્તાર નો મામલો છે. નવસારીમાં સર્વોદય સોસાયટી દ્વારા રાધા કૃષ્ણ જી નું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર યોગ્ય રીતે રજીસ્ટર્ડ સોસાયટીની જમીન પર બાંધવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે બિલ્ડરો અને મૂડીવાદીઓ માટે કામ કરે છે. તેમના માટે મંદિરમાં કોઈ શ્રદ્ધા બાકી નથી. બિલ્ડરને ફાયદો કરાવવા ની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ભગવાન પણ માયને રાખતા નથી અને મંદિર સાથે જોડાયેલ લાખો લોકોની આસ્થા થી પણ કોઈ ફરક પડતો નથી.

તેમણે કહ્યું કે એક બિલ્ડરના કહેવા પર ભારતીય જનતા પાર્ટી શાસિત નવસારીની મ્યુનિસિપલ કોર્પોરેશને તે રાધા કૃષ્ણ મંદિર પર બુલડોઝર ચલાવ્યું હતું. જ્યારે ત્યાં હાજર મહિલાઓ સહિત હજારો લોકો બુલડોઝરની સામે ઉભા હતા ત્યારે તે મહિલાઓના વાળ પકડીને તેમને બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતા. મહિલાઓને માત્ર ગુજરાતની મહિલા પોલીસકર્મીઓ દ્વારા જ નહીં પરંતુ પુરૂષ પોલીસકર્મીઓ દ્વારા પણ માર મારવામાં આવ્યો હતો. ભગવાન રાધા કૃષ્ણના મંદિર પર બુલડોઝર ચલાવવાની ઘટનાથી દરેક ગુજરાતીના મનમાં આક્રોશ અને ગુસ્સો છે.

રાજ્યસભાના સભ્ય સંજય સિંહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જણાવે કે જો હિંદુઓ તેમનું મંદિર ભારતમાં નહીં બનાવે તો શું તેઓ પાકિસ્તાનમાં બનાવશે? જો હિન્દુઓ મંદિરો બનાવીને પૂજા કરવા જતા હોય તો ભારતીય જનતા પાર્ટીને હિન્દુઓ સાથે શું દુશ્મની છે? તે મંદિર શા માટે તોડવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટીને કહો કે તમે નવસારીની સોસાયટી અને ગુજરાતના કરોડો હિન્દુઓ પાસેથી કઈ દુશ્મનાવટનો બદલો લીધો છે. રાધા કૃષ્ણના મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે.

તેમણે કહ્યું કે રાધા કૃષ્ણ મંદિરના વિધ્વંસના લાઈવ વીડિયોમાં ભાજપના ઘણા નેતાઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે મંદિર તોડવામાં આવી રહ્યું છે. હું બીજેપીના વરિષ્ઠ નેતાઓ પાસેથી માંગ કરું છું કે આ દેશના કરોડો લોકો કૃષ્ણ અને રાધામાં વિશ્વાસ ધરાવે છે, તેમની માફી માંગે. આ ઉપરાંત જે મંદિર તોડી પાડવામાં આવ્યું છે, તે મંદિર ફરીથી બાંધો. જેમને માર મારવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવ્યા છે તેમની બિનશરતી માફી માંગીને કેસ પાછો લો. જે અધિકારીઓએ આ ગુનો કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મેં આ અંગે દેશના સર્વોચ્ચ ગૃહમાં 267ની નોટિસ પણ આપી છે. ત્યાં માંગણી કરી છે કે ગુજરાતમાં જે રીતે કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને ભગવાન શ્રી રાધા કૃષ્ણના મંદિરને તોડવામાં આવ્યું છે, આ ઘટનાને સામાન્ય ન ગણવી જોઈએ. આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. પરંતુ ગૃહના અધ્યક્ષે મંજૂરી આપી નથી. આમ આદમી પાર્ટી આ મુદ્દે દરેક રીતે સ્થાનિક લોકોની સાથે ઉભી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News