HomeGujaratરાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ટોર્ચર કરતા હોવાના આક્ષેપ, સાથે જસદણ શહેર...

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ટોર્ચર કરતા હોવાના આક્ષેપ, સાથે જસદણ શહેર મહિલા ભાજપ પ્રમુખનું રાજીનામું

રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણીની ભારે કનડગતથી રાજકોટ જીલ્લા ભાજપ કારોબારી સમિતિના સભ્ય અને જસદણ શહેર ભાજપ મહિલા સેલના પ્રમુખ સોનલબેન (માધવીબેન) તેજસભાઈ વાસણીમાંએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ જિલ્લા મહિલા ભાજપ પ્રમુખ સીમાબેન જોષીને સંબોધીને લખેલા રાજીનામાના પત્રમાં સોનલબેને જણાવ્યું છે કે જસદણ ભાજપના આગેવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી તેઓને વારંવાર ધમકીઓ અને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને  તમારે કુંવરજીભાઇ બાવળીયાના કાર્યક્રમમાં જવાનું નથી તેમ કહીને માનસિક રીતે ટોર્ચરિંગ કરી રહ્યા છે.

સોનલબેને તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, “જસદણ શહેર મહિલા ભાજપના પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તરીકે અમારે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો પડે છે અને ભાજપના સક્રિય કાર્યકરો તરીકે અમે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા છીએ.” ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રચાર માટે પણ સારું કામ કર્યું છે. પરંતુ મનસુખભાઈ રામાણી છેલ્લા પાંચ વર્ષથી મને સતત હેરાન કરી રહ્યા છે અને હવે હું તે સહન કરી શકતી ન હોવાથી ભારે હૈયે રાજીનામું આપી રહી છું.

સોનલબેને તેમના રાજીનામાની નકલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ માકાણી, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ મહિલા ભાજપ પ્રમુખ દીપિકાબેન સરડવાને મોકલી છે.

મહિલા ભાજપ પ્રમુખ અને જસદણ નગરપાલિકા સભ્ય ઉપરાંત સોનલબેન વસાણી લોહાણા મહાજન મહાપરિષદ અને રઘુવંશી જૂથમાં મહત્વના હોદ્દા ધરાવે છે.થોડા સમય પહેલા જસદણમાં એસટી બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થયું હતું અને તેમાં તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે કુંવરજીભાઈના પ્રયાસોથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે. મનસુખભાઈ રામાણીએ તેને દૂર કરવા દબાણ કર્યું હતું.

ભાજપના જીલ્લા મહામંત્રી અને જસદણના પ્રભારી મંત્રી મનસુખભાઈ રામાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મેં આવું કંઈ કર્યું નથી.જો આવું હોય તો સોનલબેન સાબિત કરી બતાવે . સોનલબેન કાર્યકારી પ્રમુખ છે અને તેમણે રાજીનામું આપવાનું ન હોય . સોનલબેનની જગ્યાએ કાયમી પ્રમુખની નિમણૂક કરવાની વાત આવી ત્યારે તેમણે રાજકીય સ્ટંટ કર્યો છે.

 

Read More

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News