HomePoliticsજો અમારી સરકાર બનશે તો બાઇક પર ત્રણ સવારી કરવાની છૂટ મળશે,...

જો અમારી સરકાર બનશે તો બાઇક પર ત્રણ સવારી કરવાની છૂટ મળશે, ભાસપ નેતા ઓપી રાજભરનું ચૂંટણી વચન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજથી મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા તમામ પક્ષો એકથી વધુ લોકપ્રિય વચનો આપી રહ્યા છે. ઓપી રાજભરના એક વચનને ઘણી હેડલાઈન્સ મળી રહી છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો ત્રણ લોકો એકસાથે મોટરસાઇકલ પર સવાર થઇ શકશે.

ઓપી રાજભરે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, જો ટ્રેનમાં 70 સીટ પર 300 પેસેન્જર બેસે છે અને ચલણ કાપવામાં આવતું નથી, તો પછી બાઇક પર બેઠેલા ત્રણ લોકોનું ચલણ શા માટે? તેમણે વચન આપ્યું હતું કે જ્યારે અમારી સરકાર સત્તામાં આવશે ત્યારે 3 રાઇડર્સ મફતમાં બાઇક ચલાવી શકશે. અને જો આમ નહીં થાય તો જીપ અને ટ્રેનમાં વધુ સવારી કરવા બદલ ચલણ લેવામાં આવશે.

op rajbhar 11zon

જણાવી દઈએ કે રાજભરની પાર્ટી ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડી રહી છે. તેમણે ભાજપ સાથે ગઠબંધન કરીને 2017ની ચૂંટણી લડી હતી. ત્યારબાદ SBSPએ આઠ બેઠકો પર ચૂંટણી લડી અને ચાર બેઠકો જીતી. આ પછી રાજભરને યુપી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા.

જો કે, થોડા મહિનાઓ પછી જ, તેમણે યોગી આદિત્યનાથ સરકાર પર તેમની પાર્ટીની અવગણના કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. 2019ની લોકસભા ચૂંટણી પૂરી થયાના એક દિવસ બાદ તેમને કેબિનેટમાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. કારણ કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાજભરે કહ્યું હતું કે ભાજપના સભ્યોને જૂતાથી મારવામાં આવે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News