ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.
ગુજરાત માં 6 અલગ અલગ જગ્યા એ થી પરિવર્તન યાત્રા શરુ કરવામાં આવી છે જેમાં આપ ના કાર્યકર્તાઓ અલગ અલગ વિધાનસભાના લોકો ને મળશે અને તેમની સમસ્યાઓને જાણશે અને પ્રજાના પ્રશ્નો ને સાંભળશે. ઈસુદાન ગઢવી એ જણાવ્યું હતું કે આ પરિવર્તન યાત્રા દરમ્યાન અમે 182 વિધાનસભાના 10 લાખ લોકો સાથે મોંઘવારી અને ભ્રસ્ટાચાર વિષે ચર્ચા કરીશું
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ દ્વારકાધીશ ના દર્શન કરીને પરિવર્તન યાત્રાનો આરંભ કર્યો હતો. તેમને મીડિયા ને સંબોધતા જણાવ્યું હતું કે “જે રીતે મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજ્ઞાન આપી અધર્મ સામે લડાઈમાં સત્યવિજય કરાવ્યો,એ જ રીતે આ સમયમાં પણ અનૈતિક સત્તા સામે લડવા અમને હિંમત આપશે.”
જયારે આપ ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે સોમનાથ ના દર્શન કરીને પરિવર્તન યાત્રા ની શરૂઆત કરાવી હતી.
અબડાસા(કચ્છ) માં આપ ના નેતા અને કિશાન સંઘ ના અધ્યક્ષ રજુ કપરાડા અને નેતા કૈલાશદાન ગઢવીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવી હતી.
જયારે BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા એ ઉમરગાંવ થી પરિવારર્તાન યાત્રા શરૂ કરાવી હતી. અને સિદ્ધપુર પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી અને મહામંત્રી સાગરભાઇ રબારીએ સિદ્ધપુરથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
અન્ય સમાચાર :
- ‘બેંક ગોટાળો યાદ છે ને?’ CR પાટીલને ગોપાલ ઇટાલિયાએ આપ્યો જવાબ
- ચંદીગઢ: પંજાબ સરકારે 1 જુલાઈ, 2022 થી ઘરો માટે 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કરી