HomePoliticsવાપીમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ!

વાપીમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ!

 

ગુજરાતના વાપી નગરપાલિકામાં 28 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે પરંપરાગત રીતે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થતી હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે તેથી વાપી નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની છે અને શક્ય છે વાપી નગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ જામશે તો આવો જાણીએ કઇ પાર્ટીએ કઈ રીતે તૈયારીઓ કરી?

૧૦૯ ઉમેદવાર ચૂંટણી મેદાને

વાપી નગરપાલિકાની 11 વોર્ડના ૪૪ બેઠકો પર ચૂંટણી હતી જેના માટે કુલ 172 ફોર્મ ભરવામાં આવેલા હતા આમાં થી 116 ફોર્મને માન્ય ગણવામાં આવ્યા અને બાકીના ફોર્મ રદ થયા તેમાંથી 6 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા તો કુલ ૪૪ બેઠકો માટે 110 ફોર્મ માન્ય ગણવામાં આવ્યા, પરંતુ વોર્ડ નંબર 10 ની એક બેઠક પર ઓબીસી મહિલાનું બિન હરીફ વિજય થતા હવે કુલ ૪૩ બેઠકો પર ચૂંટણી થવાની છે અને આ ૪૩ બેઠકો માટે કુલ ૧૦૯ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતરશે.

આમ આદમી પાર્ટી કેટલો રંગ જમાવી શકે

ભાજપે ૪3 એ ૪૩ બેઠકો પર વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો છે અને વિજય મેળવવા માટે ૩૦ નવા ચહેરાઓને તક આપી છે આ સાથે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો નવા  અને સ્થાનિક છે કોંગ્રેસ દ્વારા પણ તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે અમે સ્થાનિક પ્રશ્નોને લઈને જનતાની વચ્ચે જઈશું અને  જીત મેળવીશું કોંગ્રેસ ગયા વખતે પણ ચૂંટણીમાં હતી પરંતુ આ 44 બેઠકો માંથી ભાજપને ૪૧ અને કોંગ્રેસને 3 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેની બેઠકોમાં વધારો થાય તેવી કોંગ્રેસની ગણતરી છે  હવે જોવાનું રસપ્રદ રહેશે કે નવી પાર્ટી આવવાના કારણે વાપી નગરપાલિકાની રાજનીતિમાં કેટલો બદલાવ આવે છે અને વાપી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી કેટલો રંગ જમાવી શકે છે?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News