HomeGujaratશું વાપી ચાલશે સુરતના માર્ગે ??

શું વાપી ચાલશે સુરતના માર્ગે ??

ભાવીનેતાની ચૂંટણી

કાલે વાપી નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે કાલે વાપી નગરપાલિકાની જનતા પોતાના ભાવી નેતાની ચૂંટણી કરશે અને આ વખતે ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી મેદાને હોવાથી વાપી નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે અને આખી ચૂંટણીને જોતા એવું લાગી રહ્યું છે કે વાપી નગરપાલિકાનો પરિણામ સુરત મહાનગરપાલિકા જેવું થઇ શકે છે તો આવો  જાણીએ કે કઈ રીતે વાપી બનશે સુરત!!




આપના એંધાણ

વાપી નગરપાલિકાના માં આપના એંધાણ જોવાઈ રહ્યાં છે.આ એંધાણનું મુખ્ય કારણ છે 24 તારીખની દિલ્હીથી આવેલા ધારાસભ્યની જનસભા આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ત્યારબાદ 26 તારીખે પ્રવિણ રામ અને ઈશુદાન ગઢવી દ્વારા વાપી ની અંદર જનસભા સંબોધવામાં આવે અને આ સભામાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને આ સિવાય ગોપાલ ઇટાલીયા અને દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પ્રભારી ગુલાબસિંહ યાદવ ની હાજરી પણ વાપીમાં સતત જોવા મળી અને આમ આદમી પાર્ટી સતત વાપી નગરપાલિકા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ બધા ઘટનાક્રમ પરથી એવું લાગી શકે કે વાપી નગરપાલિકામાં આપનો ઉદય થઈ શકે છે.

આપનો ઉદય

વાપી નગરપાલિકામાં આપના ઉદયનું એક કારણ એ પણ છે કે 24 તારીખની રાત્રે મોડી રાત્રે વોર્ડ નંબર સાત ના ઉમેદવાર અરવિંદ યાદવ પર જીવલેણ હુમલો થયો અને ત્યારબાદ એ જ વોર્ડમાં જનસભા યોજાઈ અને જનસભામાં ખૂબ લોકો જોડાયા અને આ બધા ઘટનાક્રમ પરથી એવું ખબર પડી શકે છે કે વાપી ની અંદર આ વખતે ચૂંટણી મુખ્ય બે પાર્ટી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે લડાઈ રહી છે.

ચૂંટણી

કાલે 109 ઉમેદવારોના ભાગ્ય માટે ચૂંટણી થશે અને તેમાંથી ૪3 ઉમેદવારો વિજયી બનશે વાપીનગરપાલિકાની ચૂંટણીના પરિણામો 30 તારીખે આવવાના છે અને હવે જોવાનું રસપ્રદ રહેશે કે વાપી નગરપાલિકામાં કોની સત્તા આવે છે અને કોણ મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે પોતાનું સ્થાન મેળવે છે?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News