HomeGujarat'આપ’ના ઉમેશભાઈ મકવાણા એ બોટાદ લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામનાર ના સંતાન ને...

‘આપ’ના ઉમેશભાઈ મકવાણા એ બોટાદ લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામનાર ના સંતાન ને દત્તક લઇ તેમના શિક્ષણનો ખર્ચ ઉપાડશે!!!!

બોટાદ જિલ્લાના બરવાળા ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાતા અનેક લોકો આ કાંડ નો ભોગ બન્યા છે.અનેક લોકો એ પરિવાર નો મોભી, એક બાપે દીકરો, એક દીકરા એ પિતા, એક બહેને ભાઈ ને ગુમાવ્યો છે. દારૂના આ દૈત્ય એ અનેક લોકોના જીવન બરબાદ કરી નાખ્યા છે. ત્યારે આ લઠ્ઠાકાંડ મા મૃત્યુ પામનાર ના પરિવારજનો ની સ્થિતિ અંગેનો વાસ્તવિક ચિતાર મેળવવા માનવતા સેવા રથ ના સંચાલક તેમજ આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા ઉમેશ ભાઈ મકવાણા દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા પંથકના રોજીદ ,વહીયા અને રાણપરી જેવા ગામડા ઓ માં જઈ મૃતકના પરિવારજનો ની મુલાકાત લઇ તેઓની પરિસ્થિતિથી વાકેફ થઇ પરિસ્થિતિનો તાગ મેળવતા પાસાણ હૃદયના માનવીનું પણ હૃદય પીગળી જાય તેવી દયનિક સ્થિતિ જોતા એક માસ ચાલે તેટલા રાશન ની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

રાશન કીટ ના વિતરણ સાથે અતિ જરૂરિયાતમંદ પરિવારના સંતાન ને દત્તક લઇ બાળક પાંચ વર્ષનો અભ્યાસ કરે ત્યાં સુધીનો તેનો શિક્ષણનો ખર્ચ ઉપાડશે. આમ ‘આમ આદમી પાર્ટી’ના કાર્યકર્તાઓ દ્વારા લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામનાર ના પરિવારજનોને મળી તેમના દુઃખમાં ભાગીદાર બની સંવેદના દર્શાવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોની આમ આદમી પાર્ટી ના બીજા નેતા અને કાર્યકર્તાઓ જેમ કે સમાજના આગેવાન ભોળાભાઈ કોળી, ધીરૂભાઈ, બોટાદ સંગઠન મંત્રી નિકુંજભાઈ ભરાડીયા, સંગઠન મંત્રી સાગરભાઇ મકવાણા, જિલ્લા જોઇન્ટ સેક્રેટરી દેવાંગભાઈ વડોદરિયા, અભિષેકભાઈ સોલંકી, મયુરીબેન ચાચીયા, ગંગાબેન મકવાણા, લાલજીભાઈ ગોહિલ, લાલજીભાઈ વાઘેલા, ખુમાનસિંહ ડાભી, સુરેશભાઈ ગઢીયા, માધવસિંહ પઢિયાર, વિરેન્દ્ર સિંહ રાઠોડ, મનસુખભાઈ થોરીયા, સવજીભાઈ મુંધવા, રમેશભાઈ થોરીયા સહિતના બીજા પણ ઘણા આગેવાનો એ મુલાકાત લઇ તેઓને સાંત્વના પાઠવી હતી અને આમ આદમી પાર્ટી હંમેશા પીડિતો ની સાથે જ છે તેવું આશ્વાસન આપ્યું હતું

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News