આ પહેલા આ યોગ 5 નવેમ્બર 1344માં બન્યું હતું.
એમ તો હિન્દુ શાસ્ત્રમાં 27 નક્ષત્ર છે. પરંતુ તેમાંથી સર્વશ્રેષ્ઠ નક્ષત્ર પુષ્ય નક્ષત્રને ગણવામાં આવે છે. અને આ વખતનો પુષ્ય નક્ષત્રે 677 વર્ષ પછી મહાસંયોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 5 નવેમ્બર 1344માં બન્યો હતો. તો જાણીએ કે આ વખતે પુષ્ય નક્ષત્ર કઈ રીતે ખાસ છે.
આ રીતે છે ખાસ યોગ!
પુષ્ય નક્ષત્રમાં ત્રણ તારા છે. આ ત્રણેય તારા તીરની જેમ સમાન આકાશમાં દેખાય છે. તેની આગળના ભાગમાં તારાનું સમૂહ રહેલું હોય છે. પુષ્ય નક્ષત્રને ખરીદારી કરવા માટે શુભ ગણવામાં આવે છે. અને પુષ્ય નક્ષત્ર સો દોષોને દૂર કરવાવાળો છે. આ વખતે ગુરૂવારે પુષ્ય નક્ષત્ર છે. તેથી સ્વાર્થ યોગ, અમૃતસિદ્ધિ યોગ અને રવિયોગ.. એમ ત્રણ યોગ બની રહ્યા છે. અને આ વખતે ગુરુપુષ્ય નક્ષત્રે શનિ અને ગુરુ બંને મકર રાશિમાં હોવાથી ખૂબ જ સારો મહ સંયોગ બની રહ્યો છે. તેથી તેને ખાસ યોગ ગણવામાં આવી રહ્યો છે.
ખરીદેલુ સોનુ શુભ અને ટકી રહે તેવું હોય છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર 28 તારીખે સવારે 9:41થી શરૂ થઈ 29 તારીખે સવારે 11:38 સુધી છે. આ સમયે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે પુષ્ય નક્ષત્ર પર ખરીદેલુ સોનુ શુભ અને ટકી રહે તેવું હોય છે. આની સાથે લોકો ચાંદી અને લોખંડની વસ્તુઓ પણ ખરીદતા હોય છે. આ ગુરુ પુષ્ય નક્ષત્ર આપ માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ.