HomeReligion/Religiousકેમ ઉજવાય છે કરવાચોથ? જાણો કરવાચોથની વિધિ

કેમ ઉજવાય છે કરવાચોથ? જાણો કરવાચોથની વિધિ

ચાંદો ઉગ્યો કે નહીં!

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, એ પછી શરદપૂનમ હોય, ભાદરવી પૂનમ હોય કે આસો અમાસની દિવાળી. એ જ રીતે ચંદ્રને લઈને એક તહેવાર છે, નામ ‘કરવાચોથ’. એમ ગુજરાતમાં પરંપરાગત રીતે આ તહેવાર ઉજવાતો નતો, પરંતુ બદલાતા સમયની સાથે અને બોલિવૂડના યુગમાં હવે ગુજરાતમાં પણ આ તહેવાર ધૂમધામથી ઊજવાય છે. આ તહેવારમાં પત્ની પોતાના પતિ માટે આખો દિવસ પાણી પણ ન પીને વ્રત કરે છે. અને મુખ્ય વાત તો એ છે કે હવે પતિઓ પણ આ વ્રત કરે છે અને પત્નીનો સાથ આપે છે, અને આ તહેવારને વધુ મીઠાશભર્યું બનાવે છે.

Fraval

( Photo courtesy: Falguni Rawal facebook: https://www.facebook.com/TheFalguniRawal )

કેમ ઉજવાય છે કરવા ચોથ?

એમ તો કરવાચોથની વાર્તા પરોક્ષ રીતે શિવજીની સાથે જોડાયેલી છે. જ્યારે દક્ષ દ્વારા પોતાની દીકરીઓના લગ્ન ચંદ્ર સાથે કરાયા પછી ચંદ્ર રોહિણીને વધુ મહત્વ આપતો અને આ જ ફરિયાદ લઈને જ્યારે તેની બીજી દીકરી દક્ષ પાસે આવી, ત્યારે દક્ષે ચંદ્રની સમગ્ર વાત કહી. પરંતુ ચંદ્રે પોતાના વ્યવહારમાં પરિવર્તન ન લાવતા, દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યું. આ શ્રાપથી ચંદ્ર ખૂબ દુઃખી થાય છે અને નારદજીને ચંદ્રનું આ દુઃખ જોવાતું નથી. ત્યારે તે ચંદ્રને કહે છે કે તમે શિવજીનું તપ કરો તો તમે આ શ્રાપથી ઉઘડશો. ચંદ્ર શિવજીની કઠોર તપસ્યા કરે છે. શિવજી પ્રસન્ન થાય છે અને તેને શાપમાંથી મુક્ત કરે છે અને દીર્ઘાયુ હોવાનું વરદાન આપે છે. એ દિવસથી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે.

Frawal

કરવાચોથની વિધિ

એમ તો કરવાચોથની વિધી ખૂબ વિસ્તૃત છે પરંતુ તેની કંઈક મુખ્ય વાતો છે. જેમ કે સવારે વહેલા ઉઠી સાસુ એની વહુને સરગી આપે છે તેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. એની સાથે ચા, દૂધ, કાજુબદામ જેવા સૂકા મેવા પણ આપવામાં આવે છે. એના પછી પત્ની સવારે પૂજાપાઠ કરી આખો દિવસ પાણી પણ ન પીને પોતાના પતિ માટે વ્રત કરે છે. સાંજના સમયે બધી મહિલાઓ ભેગા મળીને કરવા ચોથની કથા સાંભળે છે. એના પછી એ થાળીનું આદાનપ્રદાન કરે છે અને થાળીને પોતાના જ ગોળમાં ફેરવે છે. એના પછી જ્યારે ચંદ્ર ઊગે ત્યારે ચંદ્રની પૂજા કરીને ચારણી વડે ચંદ્રને જોવે છે અને એજ ચારણીથી પોતાના પતિને જોવે છે અને પતિ ની પૂજા કરે છે. પતિ પોતાની પત્નીને પાણી પીવડાવે છે અને એનું વ્રત તોડે છે. પછી બધા સાથે ભેગા મળીને ભોજન લે છે. આમ આ તહેવાર પરંપરાગત રીતે ઉજવાય છે.

R Rawa

કરવા ચોથ માં ચારણીનું મહત્વ

કરવાચોથની વાત આવે એટલે આપણા મનમાં એક ચિત્ર હોય કોઈ મહિલા ચારણી લઈને ચંદ્રમાની સામે જોતી હોય. તો પ્રશ્ન આવે કે, આ ચારણીનો ઉપયોગ કેમ થાય? તો ચારણીનો ઉપયોગ એટલા માટે થાય છે કે જ્યારે પત્ની પોતાનો પતિ દીર્ઘાયુ થાય એ ભાવથી ચંદ્રને જુએ છે ત્યારે ચારણીના અસંખ્ય છિદ્રમાંથી તેને અસંખ્ય ચંદ્રમા દેખાય છે. અને આ જ રીતે એના પતિની આયુ પણ ઘણા વર્ષોની થાય તેવી માન્યતા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News