HomeReligiousઉજ્જૈન માં માતા હરસિદ્ધિ હાજરાહજૂર બિરાજમાન છે, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ.

ઉજ્જૈન માં માતા હરસિદ્ધિ હાજરાહજૂર બિરાજમાન છે, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ.

આપણા ભારત દેશમાં દર પાંચ કિલોમીટર એક મંદિર આવેલું હોય છે. આપણા દેશના દરેક લોકો ધાર્મિક હોય છે. અને દરેક લોકોને પોત પોતાની માન્યતાઓ હોય છે. દરેક કોઈને કોઈ મંદિરમાં ચમત્કાર દેખાતા હોય છે. આજે અમે તમને એક એવા જ ચમત્કારિક મંદિર વિશે જણાવવાના છીએ

 

એવું કહેવાય છે કે વિજયસિંહ માતા હરસિધ્ધિ ના દર્શન કર્યા પછી ભોજન ગ્રહણ કરતા હતા. એક દિવસ જ્યારે વિજય સિંહ દર્શન કરીને ઘરે પરત આવતા હતા ત્યારે તેને રાત્રે સપનામાં માતાજીએ દર્શન આપ્યાં અને કહ્યું કે તું બીજી નગરીમાં મંદિર બનાવ અને આ મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં રાખજે અને અને જયારે વિજયસિંહ મંદિર બનાવ્યું ત્યારે માતા બીજી વખત સપનામાં આવ્યા અને કહ્યું કે આ મંદિરમાં હું હાજરાહજૂર બિરાજમાન છે સાથે જ માતાએ દરવાજો પૂર્વ દિશામાં બાંધવાનો કહ્યો હતો જયારે આ મંદિર નો દરવાજો પશ્ચિમમાં બાંધવામાં આવ્યો હતો.

હરસિધ્ધિ માતાની  આરતીનું ગુજરાત સાથેનું ઉજ્જૈનનું સંબંધ!

 હરસિધ્ધિ માતાના મંદિરની આરતી

ઉજ્જૈન મહાકાલ નગરી કે જ્યાં બાર જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ પૂજા થાય છે, એના 100 મીટરના અંતરે આવેલ છે. હરસિધ્ધિ માતાનું મંદિર અને આ મંદિર એની આરતીને લઈને ખૂબ પ્રખ્યાત છે. છેલ્લા ઘણા સમયથી ૧૦૧૧ દીવડાની મહાઆરતી કરવામાં આવે છે, અને એ આરતી જોવાવાળા પોતાને ધન્ય સમજે છે. તો આવો જાણીએ કે હરસિધ્ધિ માતાના મંદિરની આરતી કઈ રીતે ખાસ છે?

દીવડાની સંરચના ખૂબ જ અદભુત છે!

ત્યાં એક સેવક આકાશ ચૌહાણ જણાવે છે કે આ આરતી વિક્રમાદિત્યના સમયથી થાય છે. હરસિધ્ધિ માં તેમના  કુળદેવી હતા અને તેઓ દરરોજ 1011  દીવડાની  આરતી કરતા હતા. ત્યારથી આ પરંપરા આ જ રીતે અવિરતપણે ચાલે છે. તેઓ જણાવે છે કે જમણી બાજુના સ્તંભ પર 506 દીવડા છે અને ડાબી બાજુના સ્તંભ પર 505  દીવડા છે. આના માટે દરરોજ અંદાજે બે ક્વિન્ટલ જેટલું તેલ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દરરોજ અંદાજે ૧૪ હજારથી પણ વધારે ખર્ચ આવે છે.  એક પણ દિવસ એવો રહ્યો નથી જ્યારે  માતાજીની આરતી ન થાય. અને આ થાંભલા ઉપર બે ખાસ દીવડાઓ મુકવામાં આવેલ છે. આ દિવડાની આરતી ત્યારે  કરવામાં આવે છે જ્યારે કોઈ યજમાનની ઇચ્છા હોય અને બંનેની અંદર ત્રણ ત્રણ લિટર તેલ ભરવામાં આવે છે અને એ દીવડાની સંરચના પણ ખૂબ જ અદભુત છે.

દીવડાની સંરચના
               દીવડાની સંરચના

 

ઉજ્જૈન અને ગુજરાતમાં સ્થિત મંદિરની વચ્ચે સવાર-સાંજનો સંબંધ છે!

આગળ તેઓ જણાવે છે કે આ આરતી માટે ચાર માણસોને કુલ બે કલાક જેટલો સમય લાગે છે અને આ અઘરું કામ તેઓ જાતે મેન્યુઅલી રીતે કરે છે. દીવડા ભરવા હોય કે દીવડાની ગોઠવણ કરવી હોય, દિવેટ મૂકવી હોય કે બીજું બધું. એ એવું કહે છે કે અમારી છેલ્લી ત્રણ પેઢી આ જ કાર્ય કરી રહી છે અને માતાજીની કૃપા આમ જ અમારા પર બની રહે છે. તેથી અમને આવા ચીકણી વસ્તુ પર પણ બે માળ જેટલું ચડતા ડર નથી લાગતો. માતા ત્યાં હાજરાહજુર છે અને તેમની દયા હંમેશા તેમના પર બની રહે છે. ત્યાં એક ભક્ત એ પણ જણાવે છે કે હરસિધ્ધિ માતાના બે મંદિર એટલે કે ઉજ્જૈન અને ગુજરાતમાં સ્થિત મંદિરની વચ્ચે સવાર સાંજનો સંબંધ છે અને આ જ રીતે આ મંદિરની ખાસિયત વધારે બની જાય છે, અને માતાજીની અસીમ કૃપા તમામ ભક્તો પર બની રહે છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News