HomeSportsFIFA WC 2026: FIFA એ વિક્રમી 104 મેચો સાથે 2026 વર્લ્ડ કપના...

FIFA WC 2026: FIFA એ વિક્રમી 104 મેચો સાથે 2026 વર્લ્ડ કપના વિસ્તરણની પુષ્ટિ કરી

FIFA WC 2026 ફોર્મેટઃ ઉત્તર અમેરિકામાં યોજાનાર FIFA વર્લ્ડ કપ 2026ની યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિફાએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે આગામી વર્લ્ડ કપમાં ચાર ટીમોના 12 જૂથ હશે. અગાઉ ત્રણ ટીમોના 16 ગ્રૂપ બનાવવાની યોજના હતી. ફીફાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવું ફોર્મેટ સુનિશ્ચિત કરે છે કે દરેક ટીમને પૂરતા વિરામ સાથે વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ત્રણ મેચ રમવાની તક મળે.”

ઉલ્લેખનીય છે કે, FIFA વર્લ્ડ કપ 2026માં પ્રથમ વખત 48 ટીમો ભાગ લેશે. રમત જગતની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 32 ટીમોએ ભાગ લીધો હતો, જેને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક જૂથમાં ચાર ટીમોનો સમાવેશ થતો હતો અને જૂથમાંથી ટોચની બે ટીમો નોક આઉટ સ્ટેજમાં પ્રવેશી હતી.

હવે ફોર્મેટ આ પ્રમાણે હશે

ફિફાએ શરૂઆતમાં યુ.એસ., કેનેડા અને મેક્સિકોમાં યોજાનાર આ વર્લ્ડ કપ માટે 3 ટીમોના જૂથ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાં પ્રત્યેક જૂથમાંથી બે ટીમો નોક-આઉટ તબક્કામાં આગળ વધે છે. રવાંડાની રાજધાની કિગાલીમાં મંગળવારે યોજાયેલી બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે 4-4 ટીમોને ગ્રુપમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, ટોચની-2 ટીમો સાથે શ્રેષ્ઠ-8 ત્રીજા સ્થાને રહેલી ટીમો છેલ્લા-32 રાઉન્ડમાં પ્રવેશ કરશે, જ્યાંથી નોક-આઉટ સ્ટેજ શરૂ થશે.

નવા ફોર્મેટ મુજબ ફિફા વર્લ્ડ કપમાં કુલ 104 મેચો રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચનારી ટીમો 8-8 મેચ રમશે. ઉલ્લેખનીય છે કે ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 64 મેચ રમાઈ છે. 1998થી આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી છે. 1998 પહેલા ફિફા વર્લ્ડ કપમાં 24 ટીમોએ ભાગ લીધો હતો.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News