વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ સિરીઝની શરૂઆત પહેલા ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમના વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા પ્રથમ વનડે મેચ નહીં રમે.
નોંધનીય છે કે આ સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર સ્નાયુમાં ખેંચાણના કારણે પ્રથમ વનડેમાંથી ખસી ગયો છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
સિનિયરો આ સિરીઝમાં નહીં રમે-
ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર ઋષભ પંત, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. ટીમનું નેતૃત્વ અનુભવી ક્રિકેટર શિખર ધવન કરી રહ્યો છે. આજની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે
અર્શદીપ સિંહ આજની મેચમાં વનડેમાં ડેબ્યૂ કરી શકે છે, મોહમ્મદ સિરાજ મુખ્ય બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે.