HomeSportsજાણો મહાસંગ્રામમાં ભારતીય ટીમના હારનું કારણ શું?

જાણો મહાસંગ્રામમાં ભારતીય ટીમના હારનું કારણ શું?

29 વર્ષ બાદ પાકિસ્તાન થી પહેલી વાર ભારતે હાર નો સામનો કર્યો.

India vs Pakistan ICC T20 World Cup 2021: IND vs PAK Live Updates, Match Prediction, Key players, Weather Updates, Pitch Report and More | The Financial Express

ભારત અને પાકિસ્તાનની મેચ

એમ તો કોઈ પણ ખેલ હોય જીત અને હાર સિક્કાની બે બાજુઓ છે. ભારતમાં લોકપ્રિય ખેલ એટલે ક્રિકેટ. લોકો એક ખેલની રીતે નહીં પરંતુ ભાવનાઓથી જુએ છે. એમાં પણ બે વર્ષ ચાર મહિના પછી જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ થતી હોય ત્યારે લોકો પોતે રમતા હોય એ રીતે જોવે છે. જયાં એક એક બોલ દશૅકો ધ્યાનથી જોતા હોય ત્યાં મેચમાં ભારતના હારના કયા કયા પરિબળો રહયાં તે વિષે વિસ્તૃત માહિતી મેળવીએ.

 

મોહમ્મદ શમીએ દરેક બોલે આપ્યા 2 રન!

Mohammad Shami (@MdShami11) | Twitterશરૂઆતમાં ટોસ જીતીને પાકિસ્તાને બોલિંગ કરવાનું પસંદ કર્યુ. ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો, ઓપનસૅ દ્વારાખૂબ જ ખરાબ પ્રદર્શન આપતા શરૂઆત કરી રોહિત શર્મા તો આવતાની સાથે પહેલી બોલે આઉટ થઈ પાછા ગયા. એના પછી વિરાટ કોહલીએ કેપ્ટન પારી સંભાળતા 49 બોલ પર 57 રન કર્યા. રિષભ પંતે સારી બેટિંગ કરી અને 30 બોલ પર 39 રન બનાવ્યા. બાકી બધાનું ખૂબ જ એવરેજ પરફોર્મન્સ રહયું . જ્યારે ભારતીય બોલરો બોલિંગ કરવા આવ્યા ત્યારે રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે સારી બોલિંગ કરી. ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવતીએ એવરેજ બોલિંગ કરી. જ્યારે મોહમ્મદ શમીએ ખૂબ જ ખરાબ બોલિંગ નું પ્રદર્શન કર્યું. મોહમ્મદ શમીએ દરેક બોલે 2રન આપ્યાં.  અને એક પણ બોલર એક પણ વિકેટ લેવામાં સફળ ન રહ્યો.

 

હારનું મોઢું જોવું પડયું.

 

India Vs Pakistan Highlights, T20 World Cup 2021: PAK win by 10 wickets, beat IND for the 1st time in WC history | Hindustan Times
પાકિસ્તાન ની જીત બાદ રિજવાંન ને કોહલી એ ગળે લગાવ્યો હતો જે ફોટો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે

એમ તો ખેલમાં હાર-જીત મહત્વની નથી હોતી પરંતુ તમે જીતવા માટે કેટલી મહેનત કરો છો એ મહત્વની હોય છે. ઘણા લોકોને લાગ્યું કે ભારતીય ટીમનું પરફોર્મન્સ ખૂબ જ એવરેજ અથવા એવું પણ કહી શકાય કે એવરેજ કરતા પણ થોડું ખરાબ રહયું. આટલી મોટી મેચમાં સારું પરફોર્મન્સનું પ્રેશર સમજી શકાય અને કદાચ દિવસ પણ આપણો નતો પરંતુ આટલી  મોટી મેચમાં આવું પરફોર્મન્સ આપવું એ દરેક વ્યક્તિ અને દરેક ટીમની એક મોટી ભૂલ કહી શકાય. અને આ ભૂલ ગઈ કાલે થઇ જેથી મહાસંગ્રામમાં ભારતીય ટીમને હાર નું મોઢું જોવું પડયું.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News