HomeSportsન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું રકાસ!

ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું રકાસ!

ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું રકાસ!

હાર કોઈ મોટી વાત નથી

ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડયો. હાર કોઈ મોટી વાત નથી પણ વર્લ્ડકપમાં આવી હાર પછી આટલું તો પુછાય કે ખેલાડીની કોઈ જવાબદારી તો હોય ને.. અને કેટલી વાર આવો જ રહેવાનું છે ગઈકાલની હારના કયા કયા કારણો રહ્યા તેની વિસ્તૃત ચર્ચા કરીએ..

87449512

20 ઓવર કાઢે મોટી વાત છે

ટોસ ઉછળતાની સાથે ન્યુઝીલેન્ડનો  વિજય થયો. તેમણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતના ફાળે પહેલા બેટિંગ કરવાનો વારો આવ્યો. બેટિંગ શરૂ થતાં એવું લાગતું હતું કે કોઈ નાના છોકરા આવે છે પિચ પર. બે ત્રણ બોલ રમી આઉટ થઇ જતા રહે છે. આટલા મોટા ક્રિકેટરો આવતા અને જતા રેહતા હતાં અને દર્શકો જોયા કરતા હતા કે હવે કઈ ચાલુ થશે અને એક પણ બેટ્સમેન સારું રમશે. પણ કોઇએ સારું કામ ન કર્યું. જેથી કહી શકાય ના આ લોકોએ જીતવાની કંઈક પડી જ ન હતી. અંતે એવું લાગતું હતું કે 20 ઓવર કાઢે એ મોટી વાત છે પરંતુ અંતે આપણે ટીમ ઇન્ડિયાનો આભાર માનવો જોઈએ કે તેમણે ભલે રન ના લીધા પણ નાના છોકરાની રમત ન જેમ 20 ઓવર પુરી કરી.

 15 ઓવરથી પણ ઓછા સમયગાળામાં હાર

બેટીંગ પછી બોલિંગ પર આશા હતી. પરંતુ બોલર પોતાની ટીમનો સાથ કઈ રીતે છોડી શકે? તેથી તેમણે એનાથી પણ ખરાબ પ્રદર્શન કર્યું. બુમરાએ અને વરુણ ચક્રવર્તી સરસ બોલિંગ કરી અને બુમરાએ તો બે વિકેટ પણ લીધી અને સૌથી ઓછા રન આપ્યાં. આના સિવાય હાર્દિક પંડ્યા ની બોલિંગ એવરેજથી થોડી ખરાબ રહી અને શમીએ તો પોતાની લાસ્ટ મેચનો રેકોર્ડ તોડ્યો અને બાકીના બે બોલર એ પણ તેનો સાથ આપ્યો. અને ખૂબ જ ખરાબ બોલિગ કરી અને દર્શકો માટે આટલી વાત સારી રહી કે 15ઓવર થીપણ ઓછા સમયગાળામાં હાર થઇ ગઈ તેથી આશા બહુ લાંબા સમય સુધી ન રહી.

કિસ્મત

હવે તમામ ક્રિકેટર ટ્વીટર પર troll થઈ રહ્યા છે એ રાહુલ હોય કે એના સિવાય બીજા લોકો. ભારતમાં હવે સેમિફાઇનલ જંગ સુધી પોહચ્વું પણ ખૂબ જ અઘરું છે અને જો ભારત સેમિ ફાઈનલમાં પોહ્ચે છે તો એનું કારણ આમની મેહ્નત નથી પરંતુ કિસ્મત છે?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News