HomeGujaratપેપર ફૂટવાનું સિલસિલો યથાવત : B.com નુ પેપર ફૂટયું

પેપર ફૂટવાનું સિલસિલો યથાવત : B.com નુ પેપર ફૂટયું

આરોપ

હાલ એક પેપર ફૂટવાનો મુદ્દો શાંત નથી થયો ત્યાં ફરી બીજો પેપર ફૂટી ગયા હોવાના આરોપ લાગી રહ્યા છે તો આવો જાણીયે આ મામલો છે શું?

વિદ્યાર્થીઓ અન્યાય સામે નિષ્ફળ

હાલ જ આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા બી.કોમ.ના ત્રીજા સેમેસ્ટરના પેપર ફૂટવાના સમાચાર  મળી રહ્યા છે આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પેપર નો સમય દસ વાગ્યાનો હતો એની જગ્યાએ નવ વાગે જ પેપર લીક થઈ ગયું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાથ પર હાથ ધરીને બેસી રહી અને આ ફૂટેલું પેપર વિદ્યાર્થીઓએ આપ્યું જેમાં તમામ વિદ્યાર્થીઓ  અન્યાય સામે નિષ્ફળ રહ્યા.

 

ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરીશું-આપ
રાજકોટ શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે સવારે બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું. અમને વોટ્સએપના માધ્યમથી જાણ થઇ હતી કે, 9 વાગ્યાના સમયે આ પેપર ફરતુ થઇ ગયું હતું. બાદમાં અમે કુલપતિને રજુઆત કરવા ગયા હતા. દિવસેને દિવસે ઘણા બધા પેપરો ફૂટી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીની અંદર પણ અવારનવાર પેપર ફૂટવાના કિસ્સા બને છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમે રજુઆત કરવા ગયા હતા. આગામી દિવસોમાં ગુનેગારો નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પેપરનો સમય 10 વાગ્યાનો હતો અને અમને 9.11 વાગ્યે મળ્યું હતું.

 

ફરિયાદ નોંધાયા બાદ વધુ તપાસ હાથ ધરાશે
આ અંગે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે જણાવ્યું હતું કે, આજે બીકોમ સેમેસ્ટર 3ના ઇકોનોમિક્સ પેપરની પરીક્ષા હતી. જેનો સમય સવારના 10થી 12.30 સુધીનો હતો. અમને અંદાજે 2 વાગ્યે એક સંગઠન તરફથી રજુઆત આવી કે આ પેપર સવારે વોટ્સએપમાં ફરતું હતું. આ અંગે અમે તપાસ કરી અને કુલપતિએ સુચના આપી કે તમે પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવો. અમે ફરિયાદ નોંધાવવા યુનિ. પોલીસ સ્ટેશન આવ્યા છીએ. હાલ તો પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી રહ્યા છીએ. અમારી પાસે ફરિયાદ આવી એમાં એવું લખવામાં આવ્યું છે કે, પેપર પહેલા વોટ્સએપમાં ફરતું હતું. પેપર કોણે ફરતું કર્યું તે અંગે ખબર નથી. પેપર સિક્યુરિટી પ્રેસમાં છપાતા હોય છે. ત્યાંથી દરેક જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર હોય ત્યાં મોકલવામાં આવતા હોય છે. ત્યાંથી લાગતા વળગતી કોલેજમાં મોકલવામાં આવતા હોય છે.

ગુજરાત નું  ઓછું પાણી

આમ એક પછી એક પેપેર ફૂટવાના સમાચાર સમગ્ર ભારત ની અંદર ગુજરાત નું  ઓછું પાણી કરી રહ્યા છે અને આ મામલો ખુબ જ સંગીન છે તેથી dgnationalnews પણ માંગ કરી રહ્યું છે કે  આ મુદ્દે તાપસ થાય અને પેપર ફૂટવા પર રોક લાગે.

 

read more

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News