Gmail બ્લુ ટિક: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની તર્જ પર હવે ગૂગલે પણ જીમેલ યુઝર્સને બ્લુ ટિક સર્વિસ આપવાની જાહેરાત કરી છે. ગૂગલનું કહેવું છે કે બ્લુ ટિકથી ઈ-મેલ મોકલનારની યોગ્ય રીતે ઓળખ થઈ જશે અને યુઝર્સ ફ્રોડ ઈ-મેલ આઈડીથી મોકલવામાં આવેલા મેસેજને સરળતાથી ઓળખી શકશે. બ્લુ ટિક દ્વારા યુઝર્સને છેતરપિંડીનો ભોગ બનવાથી બચાવી શકાય છે. આ ફીચર ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તે Google Workspace, G Suite Basic અને Businessના તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ ગયું છે.
આ સેવા ટૂંક સમયમાં વ્યક્તિગત Google એકાઉન્ટ ધારકોને પણ આપવામાં આવશે. સારી વાત એ છે કે હાલમાં ગૂગલે તેની બ્લુ ટિક સર્વિસ ફ્રી રાખી છે. ટ્વિટરની જેમ તે આ સેવા માટે કોઈ પૈસા નથી લઈ રહી. હવે કંપનીઓને બ્લુ ટિક સર્વિસ આપવામાં આવી રહી છે. ફક્ત તે જ કંપનીઓ આનો લાભ લઈ શકે છે જેમણે બ્રાંડ ઈન્ડિકેટર્સ ફોર મેસેજ આઈડેન્ટિફિકેશન (BIMI) ફીચર લીધું છે. આ સુવિધાનો ઉપયોગ કરતી કંપનીઓને આ ટિક આપોઆપ મળી જશે. શરૂઆતમાં પ્રખ્યાત કંપનીઓને Gmail દ્વારા બ્લુ ટિક માર્ક આપવામાં આવશે.
Look for the blue checkmark next to a company’s name in your emails to make sure they’re the real deal before you respond. Learn more 👉 https://t.co/KIBkdFJOzr pic.twitter.com/Fe5MkBjuXO
— Gmail (@gmail) May 3, 2023