ગઈ 12 મી ડિસેમ્બર ના રોજ થયેલા હેડ ક્લાર્ક ના પેપર લીક ને લઈને આજરોજ આપ અને આપ યુથ વિંગ દ્વારા ભાજપ ના કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યા તેમના ઉપર પોલિસ દ્વારા લાઢીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા આપ ના કાર્યકર્તા ઓને ઇઝા પહોંચી છે.
આ કાર્યવાહી માં ગોપાલ ઈટાલીયા તથા ઈસુદાન ગઢવી ની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી છે
પોલીસ લાઠીમાં કેટલાક કાર્યકર્તાઓને માથામાં ઈજા થઈ છે. જ્યારે AAP કાર્યકર્તાઓ સામે પોલીસ દોડતી અને માર મારતો વીડિયો સામે આવ્યો છે.
આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ઉપર અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.
ઉલેખનીય છે કે પેપર લીક થવાના મામલાની વાત ને સરકારે પણ સ્વિકારી છે અને 10 લોકો ની અટકાયત પણ કરવામાં આવી છે જયારે કોંગ્રેસ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે પેપર લીક કરનાર પ્રિન્ટિંગ પ્રેસનો માલિક BJP-RSS સાથે જોડાયેલો છે
Read More
- ગુજરાતના 8,684 ગ્રામ પંચાયત ચૂંટણીનો સંગ્રામ પૂર્ણ થયો.
- દુનિયામાં વધ્યું omicron નું કહેર, શું ભારતમાં આવશે ત્રીજી લેહર?
- સાબરમતી નદી પર 4 પ્રકારની થીમ સાથે 26મીથી 4 દિવસીય નદી મહોત્સવ!!!