HomeNationalહાડ થીજાવતા બરફમાં ભારતીય જવાનોનો 'ખુકુરી' ડાન્સ! વીડિયો જોયા પછી તમારું પણ...

હાડ થીજાવતા બરફમાં ભારતીય જવાનોનો ‘ખુકુરી’ ડાન્સ! વીડિયો જોયા પછી તમારું પણ દિલ ગર્વથી છલકાશે, જુઓ…

કડકડતી ઠંડીમાં આપણે સૌ ઘરમાં સલામત છીએ કારણ કે આપણા સૈનિકો સરહદ પર હાડ જામી રહેલી ઠંડીને દરકાર કાર્ય વિના આપણા દેશની સુરક્ષા માટે ઉભા છે.

કડકડતી ઠંડીમાં આપણે સૌ ઘરમાં સલામત છીએ કારણ કે આપણા સૈનિકો સરહદ પર જામી રહેલી ઠંડીને ધ્યાનમાં લીધા વિના આપણા દેશની સુરક્ષા માટે ઉભા છે. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક અને જમ્મુ અને કાશ્મીરની ચોકી પર હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કડકડતી ઠંડીમાં પણ ભારતીય સૈનિકો હાઈ એલર્ટ પર છે. ભારતીય જવાનોનો એક જોરદાર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ANI એ હિમવર્ષા દરમિયાન હાથમાં રાષ્ટ્રીય ધ્વજ સાથે પરંપરાગત નૃત્ય કરતા ભારતીય સૈનિકોનો વીડિયો ટ્વીટ કર્યો છે. ભારતીય સેનાના જવાનો પરંપરાગત નૃત્ય સ્વરૂપ ‘ખુકુરી’ કરે છે અને એક સૈનિક દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરવામાં આવ્યો છે. ભારતીય જવાનોનો આ વીડિયો જોયા બાદ દરેક જણ ભારતીય સેનાના કામને સલામ કરી રહ્યા છે. જ્યાં ભારતીય સૈનિકો નાચતા જોવા મળે છે, ત્યાં બરફવર્ષા અને ખુબ જ ઠંડુ હવામાન છે.

આપણે જાણીએ છીએ કે ભારતીય સેનાના જવાનો દેશના સંરક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તાપમાન શૂન્યથી નીચે ગયું હોવા છતાં જોશ ધીમો પડ્યો હોય તેવું લાગતું નથી. ભારતીય સૈન્યના જવાનો દિવસ-રાત સરહદ પર તૈનાત હોય છે અને કોઈપણ ડર વગર દેશના લોકોની સુરક્ષા કરે છે. ભારતીય સેનાને સલામ.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News