HomeVideoજુઓ કોનો વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે PM મોદીની સ્ટાઇલમાં વિરાટ કોહલી...

જુઓ કોનો વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે PM મોદીની સ્ટાઇલમાં વિરાટ કોહલી જોડેની વાતનો

પાકિસ્તાન સામે મેચ હાર્યા બાદ કોમેડિયન શ્યામ રંગીલાએ પીએમની સ્ટાઈલમાં વિરાટ કોહલી જોડે વાત, આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

કોમેડિયન શ્યામ રંગીલાએ વિરાટ કોહલીને પીએમ નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ હાર્યા બાદ વાતચીતનો એક વ્યંગાત્મ્ક વિડીયો બનાવ્યો છે. હવે તેનો આ વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારતના પુરુષ જેવલિન થ્રોઅર ખેલાડી નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને તે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી બની ગયો દેશ અને દુનિયાની તમામ ચેનલો અને સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી ત્યારે પણ કોમેડિયન શ્યામ રંગીલાએ પણ નીરજ ચોપરાના નામે એક વીડિયો શેર કર્યો હતો.

એ જ રીતે હવે જયારે ભારત T20 મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ હાર્યું ત્યાર બાદ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું વાત કરી હોય એવો એક ફની વિડીયો બનાવ્યો છે.  દેશના અનેક નેતાઓની નકલ કરીને લોકપ્રિયતા મેળવનાર કોમેડિયન શ્યામ રંગીલા ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય છે. ભારતની ક્રિકેટમાં હાર બાદ બનેલો શ્યામ રંગીલાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામાન્ય ભારતીય જ નહીં પરંતુ તમામ મોટા ખેલાડીઓ અને સેલિબ્રિટી ભારતની હાર માટે સ્પોર્ટ્સમેનશિપ  માટે અભિનંદન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં શ્યામ રંગીલાએ એક કોમેડી વીડિયો પણ બનાવ્યો છે જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં વિરાટ કોહલીને સલાહસૂચન આપી રહ્યો છે.

વિડિયો જુઓ-

 

આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં શ્યામ વિરાટ  સાથે ફોન પર વાત કરી રહ્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને માત્ર શેર જ નથી કરી રહ્યા પરંતુ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે શ્યામ રંગીલાની સ્ટાઈલ ખરેખર પ્રશંસનીય છે. આ સિવાય લોકોએ શ્યામ રંગીલાની મિમિક્રી સ્ટાઈલના વખાણ કર્યા હતા. તમને પણ આ ફની વિડીયો જોવાની મજા આવશે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News