HomeGujaratગુજરાતમાં ગાયો પર એસિડ અટેક!!!!

ગુજરાતમાં ગાયો પર એસિડ અટેક!!!!

ગાયના સ્વરૂપમાં 33કરોડ દેવી-દેવતાઓનો વાસ છે

જે ગુજરાતમાં ગાયને માતાની તરીકે પૂજવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ગાયના સ્વરૂપમાં 33કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એ જ ગાય માતાની સાથે શર્મનાક ઘટના બની છે  આવો જાણીએ આ ઘટના છે શું?

 

ગાય પર એસિડ નાખી અટેક

બારડોલી તાલુકાના ઇસરોલી ગામે ગત રાત્રે કોઈ વ્યક્તિ દ્વારા ગાયો પર એસિડ અટેક કરવામાં આવ્યો કોઈ વ્યક્તિ દ્વારા ગાયના વાછરડા  અને ગાય પર એસિડ નાખી ગંભીર રીતે તેમને ઘાયલ કરવામાં આવ્યું આ અટેકથી ગાય ની આખી ચામડી ફાટી ગઈ અને વાછડા પર એસિડ નાખવાને કારણે તેના શરીર પર ઊંડો ઘા પડી ગયો.

ગુનેગારને કડકમાં કડક સજા થાય તેવી માંગ

આ વાતની જાણ ગામના લોકોને થતાં તેમના અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના સભ્યો દ્વારા તેમની સારવાર કરવામાં આવી અને એક જીવ દયા પ્રેમી દ્વારા ટેમ્પો બોલાવી વાછરડા અને ગાયને ગૌશાળામાં મોકલવામાં આવ્યા આ ઘટના પછી સમગ્ર ગ્રામજનો ખૂબ જ ક્રોધિત છે અને આવું કૃત્ય કરનાર ગુનેગારને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News