HomeTame Chonki Jashoશું પ્રધાનમંત્રીની ગાડીનો વીમો કરાવવામાં નથી આવ્યો?

શું પ્રધાનમંત્રીની ગાડીનો વીમો કરાવવામાં નથી આવ્યો?

હાલમાં પંજાબની યાત્રા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ખામી હોવાના આક્ષેપ ભાજપે પંજાબની કોંગ્રેસ સરકાર પર લગાવ્યા હતા. તેમનો કાફલો 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયો હતો. પીએમ મોદી જ્યાં ફસાયા હતા તે જગ્યા પાકિસ્તાન બોર્ડરથી દૂર નહોતી. આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયામાં એવા સવાલો ઉભા થયા છે, જેના જવાબ મળવાના બાકી છે.

એક પોસ્ટ પર પ્રધાનમંત્રીની ગાડીની નંબરપ્લેટ પર સર્કલ કરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, “પંજાબ મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રી જે ગાડીમાં બિરાજમાન હતા તે ગાડીનો વીમો પુરો થઈ ગયો છે, કોઈનું ધ્યાન કેમ ના ગયું?”

 

આજકાલ ભારત સરકારની પરિવહન સેવાની સત્તાવાર વેબસાઈટ પર કોઈ પણ ગાડીનો રજીસ્ટ્રેશન નંબર નાખીને જે તે વાહનની પ્રાથમિક માહિતી મળી જાય છે. તમે ગાડી કોના નામે રજીસ્ટર છે, રજિસ્ટ્રેશનની તારીખ, ચેસીસ નંબર, ગાડીનો પ્રકાર, કંપની નામ, એન્જીન નંબર, ઇન્સ્યોરન્સ, પીયુસી વગેરેની માહિતી એક ક્લિક પર મળી જતી હોય છે.

આ પણ વાંચો – ક્રિસ્મસ પર મોદીજી જોવા મળ્યા ભારતની સૌથી મોંઘી નવીનક્કોર કારમાં – કિંમત જાણીને તમે ચોંકી જશો – વધુ વાંચવા ક્લિક કરો  

જયારે આ વેબસાઈટ પર જઈને કેટલાક વ્યક્તિઓએ પ્રધાનમંત્રી જે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા એ ગાડીનો રજીસ્ટ્રેશન નંબર દ્વારા ગાડીની માહિતી મેળવી તો એ ટોયોટા ગાડીનું ઇન્સ્યોરન્સ જ ના હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે જયારે ભારતમાં દરેક ગાડીનો વીમો ફરજીયાત હોવાનો કાયદો છે ત્યારે પ્રધાનમંત્રીની ગાડીનો જ વીમો કેમ નથી ઉતારવામાં આવ્યો?

271603140 4557930744312531 5215111484608158377 n 271608102 4557930000979272 7631510390332412882 n 271607037 4557930580979214 2072782479996462494 n

આ વિષે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મોટર વેહિકલ એક્ટ ૧૯૮૮ મુજબ સરકારી ગાડીઓનો વીમો કરાવવો જરૂરી નથી. જો સરકારી વાહનોથી થતા અકસ્માતથી કોઈ નુકશાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી (જે સરકારી ખાતાની ગાડી હોય) એ રાજ્ય/કેન્દ્ર સરકારની બને છે. પરંતુ આઈસીઆઈસાઈ ઇન્સ્યોરન્સની વેબસાઈટ પર મળતી માહિતી મુજબ ૨૦૧૬માં સરકારે જે મોટર વીમા કાયદો પસાર કર્યો એ બાદ ગાડી ખાનગી હોય કે સરકારી, એનો વીમો ઉતારવો ફરજીયાત છે.

આમ, સરકારી ગાડીનો વીમો ફરજીયાત હોય કે નહીં એ મુદ્દે સામાન્ય જનતામાં હજુ અસ્પષ્ટતા વર્તે છે જેના કારણે સોશિયલ મીડિયામાં આવા સવાલો ઉઠી રહ્યા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News