HomeGujaratરાજકોટમાં સિટી બસના ચાલક ની જાહેર માં દાદાગીરી, વૃદ્ધ ને જાહેર માં...

રાજકોટમાં સિટી બસના ચાલક ની જાહેર માં દાદાગીરી, વૃદ્ધ ને જાહેર માં માર માર્યો.

રાજકોટ શહેરમાં ફરી એકવાર સિટી બસના ડ્રાઈવરની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટના માલવીયા ચોકમાં આજે સવારે સિટી બસના ચાલક વિજય કાપડી નામના બસ ચાલકે વૃદ્ધ બાઇકચાલકને જાહેરમાં થપ્પડ મારીને માર માર્યો હતો.

શહેરના માલવીયા ચોક ખાતે સવારે 11 વાગ્યે રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલક અને સિટી બસના ચાલક વચ્ચે મારામારી થઇ હતી. અને તે જ સમયે 3 બસના ડ્રાઈવર અને કંડકટરે ભેગા મળીને સીટી બસને રોડની વચ્ચે અટકાવી દીધી હતી અને ટ્રાફિક જામ સર્જ્યો હતો.

આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ વૃદ્ધ બાઇકચાલકને માર્યો હતો.

એ-ડિવીઝન પોલીસે તાત્કાલિક અસરથી બસ ચાલકની ધરપકડ કરી હતી

ઘટના સમયે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સી.જે.જોષી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે સિટી બસના ચાલકને વૃદ્ધાને મારતો જોયો તો તેમણે તરત જ બસ હંકારી લીધી. ડ્રાઈવર વિજય કાપડીએ બસમાંથી ઉતરીને તેને રોક્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વિજય કાપડીની પૂછપરછ હાથ ધરી છે.

14 1643360588
આરોપી વિજય કાપડી

ભૂલ થઈ ગઇ એનો મને અફસોસ છેઃ આરોપી બસચાલક
આરોપી બસચાલક વિજય કાપડીએ મીડિયાને જણાવ્યું હતું કે, હવે મારાથી ભૂલ થઈ ગઈ, એ વાતનો મને અફસોસ છે. વૃદ્ધ બીજા બસવાળા સાથે લપ કરતા હતા તો હું છૂટા પાડવા ગયો હતો. આથી દાદા ગાળો બોલવા લાગ્યા હતા એટલે હાથાપાઈ થઈ ગઈ. બેફામ નથી માર્યા પણ બે-ચાર ફડાકા જ ઝીંક્યા હતા.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News