HomeWorldજલિયાંવાલા હત્યાકાંડનો બદલો લેવા ૧૯ વર્ષનો શીખ યુવાન બ્રિટનની રાણી એલિઝાબેથની હત્યા...

જલિયાંવાલા હત્યાકાંડનો બદલો લેવા ૧૯ વર્ષનો શીખ યુવાન બ્રિટનની રાણી એલિઝાબેથની હત્યા કરવા ગયો

બ્રિટનની રાણી ક્વીન એલિઝાબેથ ‘હત્યા’ની કોશિશ : વિડિયોમાંની વ્યક્તિએ જલિયાવાલા બાગ હત્યાકાંડનો “બદલો” લેવાનો ઇરાદો ધરાવતા ભારતીય શીખ મૂળના જસવંત સિંહ ચૈલ તરીકે પોતાની ઓળખ આપી હતી. બ્રિટિશ પોલીસે ક્રિસમસ પર વિન્ડસર કેસલના ઘૂસણખોરની ધરપકડ કરી હતી, જે વીડિયોમાં તે જ વ્યક્તિ હોવાની શંકા છે.

queen elizabeth sikhબ્રિટનના વિન્ડસર કેસલ તરીકે ઓળખાતા મહેલમાં જ્યાં રાણી એલિઝાબેથ દ્વિતીય શનિવારે ક્રિસમસ વિતાવી રહી હતી ત્યાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરાયેલ 19 વર્ષીય વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાંની વ્યક્તિએ પોતાની ઓળખ જસવંત સિંહ ચૈલ તરીકે આપી હતી, જે ભારતીય મૂળનો શીખ છે અને 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે “બદલો” લેવાના ઈરાદો ધરાવતો હતો.

બ્રિટિશ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તેઓ ધરપકડ કરાયેલા વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોની તાપસ કરી રહ્યાં છે. ધ સન ટેબ્લોઇડ દ્વારા મેળવેલા વિડિયોમાં, એક કાળા હૂડીમાં એક મુખવટો પહેરેલી વ્યક્તિ કે જેના હાથમાં ક્રોસ-બો (એક જાતનું તીરંદાજી હથિયાર) ધારણ કર્યું છે અને તે દાવો કરે છે કે તે “શાહી પરિવારની રાણી એલિઝાબેથની હત્યા કરવાનો પ્રયાસ કરશે”.

“હું દિલગીર છું. મેં જે કર્યું છે તેના માટે હું દિલગીર છું અને હું શું કરીશ? હું શાહી પરિવારની રાણી એલિઝાબેથની હત્યા કરવાનો પ્રયાસ કરીશ. આ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકો માટેનો બદલો છે,” તેઓ આમ પહેલાથી રેકોર્ડ કરેલા વિડિયોમાં કહે છે કે જે સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ પર શેર કરવામાં આવ્યો હતો.

“તે એ લોકો માટે પણ બદલો છે જેમને તેમની જાતિના કારણે માર્યા ગયા, અપમાનિત કરવામાં આવ્યા અને ભેદભાવ કરવામાં આવ્યો,” વિડિઓમાં વધુ ઉમેરે છે. આ દરમિયાન સ્ટાર વોર્સ ફિલ્મના ઘણા સંદર્ભો પણ ટાંકે છે, અને તેન પોતાની “મૃત્યુ નજીક છે” ની આગાહી પણ કરે છે.

પોલીસે કહ્યું કે તેઓ વીડિયોની વધુ તપાસ કરી રહ્યા છે.

સ્નેપચેટ પર ક્લિપ રિલીઝ થયાની લગભગ 24 મિનિટ પછી બ્રિટિશ પોલીસે 25 ડિસેમ્બરે 19 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી, જે વીડિયોમાં તે જ વ્યક્તિ હોવાની શંકા છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, મહેલની સુરક્ષા વ્યવસ્થામા થોડા સમય માટે ચૂક થઈ અને ત્યાર બાદ અધિકારીઓએ ક્રોસબો હથિયાર જપ્ત કરી આરોપીને માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે રાખવામાં આવ્યો છે.

windsor castle british police

પકડાયેલો કિશોર દક્ષિણ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનનો છે. તેના પિતાએ ડેઈલી મેઈલ અખબારની વેબસાઈટ MailOnline ને કહ્યું: “અમારા પુત્રને કંઈક ખોટી ગેરસમજણ થઇ છે અને અમે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

“અમને તેની સાથે વાત કરવાની તક મળી નથી પરંતુ તેને જરૂરી મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે સરળ નથી.”

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News